Home /News /india /

PAKના આમંત્રણ અંગે સુષ્માએ કહ્યું, 'આભાર, હું નહીં પરંતુ મારા સહયોગી આવશે'

PAKના આમંત્રણ અંગે સુષ્માએ કહ્યું, 'આભાર, હું નહીં પરંતુ મારા સહયોગી આવશે'

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના આધારશિલા કાર્યક્રમમાં હાજરી નહીં આપે.

તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ કાર્યક્રમના દિવસે કરતારપુર સાહિબ નહીં આવી શકે.

    વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરના આધારશિલા કાર્યક્રમમાં હાજરી નહીં આપે.

    તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે તેઓ કાર્યક્રમના દિવસે કરતારપુર સાહિબ નહીં આવી શકે. તેમને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરૈશીએ આંમત્રણ આપ્યું હતું.

    સુષ્માએ કુરૈશીનો આભાર જ દર્શાવતા કહ્યું કે, તેમના તે દિવસના કાર્યક્રમ પહેલાથી જ નક્કી હતા તેના માટે હું કાર્યક્રમમાં સામેલ નહીં થઇ શકુ.  મારા સહયોગી કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલ અને હરદીપ પુરી પાકિસ્તાન જશે.

    પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન 28 નવેમ્બરના રોજ કોરિડોરમાં પોતાની તરફના ઉદ્ઘાટન કરશે. સુષ્મા ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને કેબિનેટ મંત્રી સુષ્મા સ્વરાજને પણ આમંત્રણ આપ્યું હતું.



    કુરૈશીએ આમંત્રણ આપતા ટ્વિટ કર્યું હતુ, 'પાકિસ્તાન તરફથી હું વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, કેપ્ટન અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુને 28 નવેમ્બરે થનારા કરતારપુર કોરિડોરના કાર્યક્રમ માટે આમંત્રિત કરૂં છું.'



    અધિકારિક સૂત્રોએ જણાવ્યું કે તેમને ઓફિસીયલ નિમંત્રણ પત્ર પણ મળી ચુક્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Navjot Sidhu, પાકિસ્તાન, સુષ્મા સ્વરાજ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन