સુષ્મા સ્વરાજના રાજ્યપાલ બનવા પર સસ્પેન્સ, હર્ષવર્ધને અભિનંદન પાઠવી ટ્વિટ કર્યું ડિલીટ

સુષ્મા સ્વરાજને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તેવી અટકળોનું બજાર ગરમ છે

News18 Gujarati
Updated: June 10, 2019, 11:31 PM IST
સુષ્મા સ્વરાજના રાજ્યપાલ બનવા પર સસ્પેન્સ, હર્ષવર્ધને અભિનંદન પાઠવી ટ્વિટ કર્યું ડિલીટ
સુષ્મા સ્વરાજની આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુક, હર્ષવર્ધને પાઠવ્યા અભિનંદન
News18 Gujarati
Updated: June 10, 2019, 11:31 PM IST
નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશમંત્રી રહેલા સુષ્મા સ્વરાજને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તેવી અટકળોનું બજાર ગરમ છે. કેન્દ્રીય મંત્રી ડો.હર્ષવર્ધનના એક ટ્વિટ રાજનીતિ ગલીયારોમાં હલચલ મચાવી દીધી છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને એક ટ્વિટ કરીને સુષ્મા સ્વરાજને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવા પર અભિનંદન પાઠવ્યા હતા. જોકે થોડા સમય પછી હર્ષવર્ધને પોતાનું ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું.

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહેલા સુષ્મા સ્વરાજે વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા લોકોની મદદ કરીને સતત ચર્ચામાં રહ્યા હતા.

 આ પહેલા એવી અટકળો કરવામાં આવી રહી હતી કે ખાલી થતા 10 રાજ્યપાલના પદ માટે બીજેપી નવા ચહેરા લઈને આવી શકે છે. એવી પણ સંભાવના હતી કે એક-બે જૂના ચહેરાને યથાવત્ રાખવામાં આવશે. એક-બે જૂના ચહેરાને વર્તમાન રાજ્યમાંથી હટાવી બીજા રાજ્યની જવાબદારી આપવામાં આવી શકે છે.

થોડા સમય પછી હર્ષવર્ધને પોતાનું ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું

Loading...

આંધ્ર પ્રદેશના રાજ્યપાલ નિમણુક થવાના સમાચાર આવ્યા પછી સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને કહ્યું હતું કે મને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ નિમણુક કર્યાના સમાચાર ખોટા છે.ઉલ્લેખનીય છે કે ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજ આ વખતે લોકસભાની ચૂંટણી લડ્યા નથી.
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...