કોંગ્રેસનો સર્વે: નરેન્દ્ર મોદીને ફરી PMના રૂપમાં જોવા ઇચ્છે છે લોકો

News18 Gujarati
Updated: November 3, 2018, 11:22 AM IST
કોંગ્રેસનો સર્વે: નરેન્દ્ર મોદીને ફરી PMના રૂપમાં જોવા ઇચ્છે છે લોકો
નરેન્દ્ર મોદી (ફાઈલ ફોટો)

ન્યૂઝ પોર્ટલ 'ડેલીહંટ' અને ડેટા એનાલિસીસ કરનારી કંપની 'નીલ્સન ઇન્ડિયા'એ સર્વેમાં 54 લાખ લોકોનાં વિચારો આવરી લેવામાં આવ્યા છે

  • Share this:
નવી દિલ્હી: દેશ અને દુનિયામાં રહેનારા 63 ટકા લોકો ઇચ્છે છે કે ભારતનાં વડાપ્રધાન તરીકે ફરી એક વખત નરેન્દ્ર મોદી શપથ લે. જી હા આ વાત એક ઓનલાઇન સર્વેમાં જાહેર થઇ છે. મહત્વની વાત તો એ છે કે કોંગ્રેસે એક ખાનગી કંપનીને ઇલેક્શન પહેલાં સર્વે કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેમાં આ PM તરીકે મોદી પર ફરી એક વખત જનતાએ પંસદગી ઉતારવાની વાત કરી છે.

ન્યૂઝ પોર્ટલ 'ડેલીહંટ' અને ડેટા એનાલિસીસ કંપની 'નીલ્સન ઇન્ડિયા'એ આ સર્વેમાં કૂલ 54 લાખ લોકોનાં વિચાર આવરી લીધા છે. સર્વે મુજબ, '63 ટકા લોકો નરેન્દ્ર મોદીમાં 2014ની સરખામીમાં વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને ગત ચાર વર્ષમાં તેમનાં નેતૃત્વની ક્ષમતા પર સંતોષ વ્યક્ત કર્યો છે.' તો કોંગ્રેસે આ સર્વેને 'મેળ વગરનો' 'ખોટો' જણાવ્યો છે.

કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, 'હતાશ મોદી સરકાર લોકોનો વિશ્વાસ ગુમાવી ચુકી છે. અને પાંચ ચુંટણી રાજ્યોમાં જબરદસ્ત હારનો સામનો કરી રીહ છે. હવે તેઓ અનુચિત સાધનોથી મેળવેલા નાણાકીય સંસાધનોનો ઉપયોગ કરીને ફર્જી સર્વે કરીને તેને સત્ય દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રકારનાં વાહિયાત સર્વેથી સરકારને ક્યારેય સમર્થન નથી મળતું. આવા સર્વે પહેલાં પણ જનતાએ ખોટા પાડ્યા છે '

સર્વેમાં તે પણ સામે આવ્યું કે, સર્વેમાં શામેલ 50 ટકા લોકોનું માનવું છે કે, મોદીનાં બીજા કાર્યકાળથી તેમને વધુ સારુ ભવિષ્ય મળશે. પાંચ ચુટણી રાજ્યો મામલે સર્વેમાં દાવો કરવામાં આવ્યો કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં લોકોનો હજુ પણ મોદી પર વિશ્વાસ અટલ છે

 

આ પહેલાં સપ્ટેમ્બર 2019માં લોકસભા ચૂંટણી અંગે એક ઓનલાઇન સર્વે થયો હતો. આ સર્વેમાં સ્થિતિ જોઇને લાગે છે કે, સર્વે અનુસાર દેશની જનતા એક વખત ફરીથી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીનાં રૂપમાં જોવા ઇચ્છે છે. આ સર્વે ચુંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સંસ્થા ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (IPC) તરફથી કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં આશરે 48 ટકા લોકોનું માનવું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દેશનાં એજન્ડાને આગળ લઇ જશે 55 દિવસ સુધી ચાલેલાં આ ઓનલાઇન સર્વેમાં દેશનાં 712 જિલ્લા અને 57 લાખ જેટલાં લોકોએ ભાગ લીધો હતો.
First published: November 3, 2018, 9:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading