ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકી ઠેકાણાઓ પર સર્જિકલ સ્ટ્રાઇકની આગેવાની કરી ચુકેલા લેફ્ટિનેંટ જનરલ (રિટાયર્ડ) ડી.એસ.હુડ્ડાએ શુક્રવારે કહ્યું કે મોદી સરકારે સેના પાર હુમલો કરવા માટેની અનુમતી આપવાનો નિર્ણય મોટો હતો, પરંતુ સેનાનાં હાથ એ પહેલા પણ બંધાયેલા ન હતાં.
હુડ્ડા જાહેરાત સંગઠનો દ્વારા આયોજીત એક વાર્ષિક કાર્યક્રમ ‘ગોવા ફેસ્ટ’માં આ વાત કહી. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ એમ કહ્યું હતું કે જવાબી કાર્યવાહી માટે સેનાને છૂટ આપી દેવામાં આવી છે. હુમલો કયારે, કયાં અને કેવી રીતે કરવાનો છે એ સેના નક્કી કરશે.
ડી.એસ.હુડ્ડાએ ત્યાં વધુ વાત કરતા જણાવ્યું કે નિયંત્રણ રેખા એક ખતરનાક જગ્યા છે કારણ કે મેં કહ્યું કે તમારી ઉપર ગોળીબાર થઇ રહ્યો હોય અને જમીન પર સૈનિક તેનો તરત જવાબ આપશે. સૈનિક મને પણ પૂછતા નથી. કોઇ મંજૂરી લેવાનો પ્રશ્ન જ નથી. સેનાને ખુલી છૂટ આપવામાં આવી છે અને એ બધું જ સાથે થયું, કોઇ વિકલ્પ નથી.
હુડ્ડાએ સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા બાદ સરહદ પાર સર્જીકલ સ્ટ્રાઇકના સમયે સેનાની ઉત્તરી કમાનનું નેતૃત્વ કર્યું હતું.
નોંધનીય છે કે આ પહેલા સેનાનાં એક પૂર્વ અધિકારીએ કહ્યું હતું કે મુંબઇમાં 26 નવેમ્બર 2008નાં રોજ થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેના પાકિસ્તાન સામે કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી હતી પરંતુ તત્કાલીન યુપીએ સરકારે આની મંજૂરી આપી ન હતી.
પૂર્વ સૈન્ય અધિકારીનાં આ નિવેદન પછી ભારતીય જનતા પાર્ટીનાં અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ અને પીએમ મોદી પણ સૈન્ય અધિકારીનાં આ નિવેદન પર કોંગ્રેસને ઘેરી રહ્યાં હતાં. બીજેપી નેતા આ નિવેદનને આધાર બનીને કોંગ્રેસની આલોચના કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર