પહેલીવાર સામે આવ્યો સર્જિકલ સ્ટ્રાઇકનો Video, જુઓ સેનાનું પરાક્રમ

આશરે 2 વર્ષ પહેલા ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘુસીને કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે (પ્રતિકાત્મક વીડિયો)

  • Share this:
    આશરે 2 વર્ષ પહેલા ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘુસીને કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો સામે આવ્યો છે. સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ભારતીય સેનાએ રોકેટ લોન્ચર, મિસાઈલ અને નાના હથિયારોનો ઉપયોગ કર્યો હતો. આ હુમલો ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં ભારતીય સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલાના જવાબમાં કર્યો હતો. સેનાના આ કારનામાની દેશ દુનિયામાં ઘણી ચર્ચા થઇ હતી.

    18 સપ્ટેમ્બર 2016ના રોજ ઉડાવેલ સૈન્ય કેમ્પ પર થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેનાને ગુપ્ત સૂત્રો પાસેથી ખબર મળી હતી કે POKમાં જૈશ એ મહોમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુઝાહિદીનના આતંકી છુપાયા છે. જે પછી ભારતીય જવાનોએ ત્યાં ઘુસીને આતંકીઓના સ્થળોને ઉડાવી દીધા હતાં. આ વીડિયો સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા તરીકે જોવાઇ રહ્યો છે. જો કે હજુ સુધી આ વીડિયોના સંબંધિત સેનાએ કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

    સર્જિકલ સ્ટ્રાઇકના આ વીડિયોને જોઇને એવું લાગી રહ્યું છે કે સેનાના ડ્રોન અને સૈનિકની હેલમેટ પર લગાવેલા કેમેરાથી આ રેકોર્ડ કરાયેલ હતો. આ વીડિયોમાં હુમલા પહેલા આતંકીઓના લોન્ચિંગ પેડની બર્બાદીની તસવીરની સાથે હુમલો પણ દેખાય છે. ટેરર લોન્ચ પેડ્સ પર થયેલ આ કાર્યવાહી સેનાના તત્કાલીન ડાયરેકટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ રણબીર સિંહ અને વિદેશ મંત્રાલયના તત્કાલીન પ્રવકતા વિકાસ સ્વરૂપે દિલ્હીમાં આ ઓપરેશનની માહિતી આપી હતી. જો કે પાકિસ્તાને પોતાના વિસ્તારમાં ભારતીય જવાનોની કોઇપણ સ્ટ્રાઇકને થઇ હોવાને નકારી હતી. આ આખા ઘટનાક્રમના અંદાજે 21 મહિના બાદ હવે સર્જીકલ સ્ટ્રાઇકલના પહેલા પુરાવાનો વીડિયો સામે આવ્યો છે.

    સર્જિકલ સ્ટ્રાઈકનો વીડિયો જોવો અહીં કરો ક્લિક

    નોંધનીય છે કે પાક અધિકૃત કાશ્મીરના ટેરર કેમ્પ પર થયેલ કાર્યવાહી પહેલાં આતંકીઓ દ્વારા કાશ્મીરના બારામુલ્લા સ્થિત ઉરી સૈન્ય કેમ્પ પર એક મોટો હુમલો કરાયો હતો. દરમ્યાન સેનાના 17 જવાન શહીદ થયા હતા જ્યારે 3 ઘાયલ સૈનિક સારવાર દરમિયાન શહીદ થયા હતાં. આ હુમલા બાદ તત્કાલીન ડીજીએમઓ રણબીર સિંહે આતંકીઓને જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી હતી. તેના થોડાંક દિવસ બાદ જ આ મોટી સૈન્ય કાર્યવાહી કરાઈ હતી.
    Published by:Kaushal Pancholi
    First published: