Home /News /india /

સર્જિકલ સ્ટ્રાઇક પીએમ મોદીનો સાહસિક નિર્ણય હતો : જનરલ સુહાગ

સર્જિકલ સ્ટ્રાઇક પીએમ મોદીનો સાહસિક નિર્ણય હતો : જનરલ સુહાગ

સર્જિકલ સ્ટ્રાઇક પીએમ મોદીનો સાહસિક નિર્ણય હતો : જનરલ સુહાગ

જનરલ સુહાગે જણાવ્યું કે અમે અમારા ઓપરેશનને સફળતાપૂર્વક પૂરું કર્યું. તેના પર દેશને ગર્વ છે. અમે પાકિસ્તાનને સંદેશ આપવા માંગતા હતા કે અમે એલઓસી પાર કરીને કાર્યવાહી કરી શકીએ છીએ

    ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓ પર કરેલ સર્જિકલ સ્ટ્રાઇકને શુક્રવારે બે વર્ષ થઈ ગયા છે. આ પ્રસંગે તત્કાલિન સેના પ્રમુખ (રિટા.) જનરલ દલબીર સિંહ સુહાગે સર્જિકલ સ્ટ્રાઇક સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી હતી.

    પૂર્વ સેના પ્રમુખે કહ્યું હતું કે તેમણે સર્જિકલ સ્ટ્રાઇકના પહેલા 23 સપ્ટેમ્બર 2016ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વિકલ્પ વિશે જાણકારી આપી હતી. યોગ્ય વિચાર કર્યા પછી પ્રધાનમંત્રીએ આ વિકલ્પને મંજુરી આપી હતી. અમે તેને સફળતાપૂર્વક પુરો કરીને દેશને ગૌરવ અપાવ્યું હતું. જનરલ સુહાગે પ્રધાનમંત્રી મોદીના નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રીનો આ એક ઘણો સાહસી નિર્ણય હતો.

    જનરલ સુહાગે જણાવ્યું કે અમે અમારા ઓપરેશનને સફળતાપૂર્વક પૂરું કર્યું. તેના પર દેશને ગર્વ છે. અમે પાકિસ્તાનને સંદેશ આપવા માંગતા હતા કે અમે એલઓસી પાર કરીને કાર્યવાહી કરી શકીએ છીએ. જોકે આ અઘરું અને વધુ પડકારો ભરેલું ઓપરેશન હતું.

    આ પણ વાંચો - ગૃહમંત્રી પછી હવે BSF ડીજીએ કહ્યું - અમે પોતાના જવાનની શહાદતનો બદલો LOC પર લઈ લીધો

    રક્ષામંત્રી નિર્મલા સીતારામને કહ્યું- અમે એવી કાર્યવાહીમાં વિશ્વાસ રાખીએ છીએ, જેથી પાકિસ્તાન આતંકીઓને ટ્રેનિંગ આપવાનું અને ભારત મોકલવાનું બંધ કરી દે. બોર્ડર પર અમે આ પ્રકારની કાર્યવાહી ચાલુ રાખીશું. ભલે તેમને (પાકિસ્તાનને) તેમાંથી બોધપાઠ મળે.

    18 સપ્ટેમ્બર, 2016ના રોજ ઉરીમાં સૈન્ય શિબિર પર આતંકી હુમલો થયો હતો. તેમાં 21 જવાન શહીદ થયા. 11 દિવસ પછી 29 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેનાએ એલઓસી પાર કરીને ત્રણ કિલોમીટર અંદર સુધી જઈને આતંકવાદીઓ પર કાર્યવાહી કરી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Surgical strike, નરેન્દ્ર મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन