સમલૈંગિક સંબંધોને અપરાધની શ્રેણીમાં રાખનાર આર્ટિકલ 377 સામે થયેલી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટ ગુરુવારે નિર્ણય સંભળાવી શકે છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની બેન્ચે 17 જુલાઈએ આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
કેન્દ્ર સરકારે આ પહેલા આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. જોકે પછી સરકારે કહ્યું હતું કે બે વયસ્ક લોકો પોતાની મરજીથી બનાવેલા સંબંધોને અપરાધની શ્રેણીમાં બનાવી રાખવા કે ના રાખવાનો નિર્ણય તે કોર્ટના વિવેક પર છોડે છે. કેન્દ્રેએ કહ્યું હતું કે આ કલમ અંતર્ગત નાબાલિગ અને જાનવરો સાથે અપ્રાકૃતિક યૌન સંબંધોને અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને તેને આમ જ યથાવત્ રાખવા જોઈએ.
સુનાવણી દરમિયાન આર્ટિકલ 377ને રદ કરવાના સંકેત આપતા સંવિધાન પીઠમાં સામેલ જસ્ટિસ આરએફ નરીમને પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે જો કોઈ કાનૂન મુળ અધિકારોની વિરુદ્ધમાં છે તો અમે તેની રાહ ન જોઈએ કે બહુમતની સરકાર તેને રદ કરે. અમે જેવા જ આશ્વત થઈ જશું કે આ મુળ અધિકારોની વિરુદ્ધ છે તો અમે જાતે નિર્ણય કરીશું, સરકાર પણ છોડીશું નહીં.
શું છે આર્ટિકલ 377?
આઈપીએસની ધારા 377માં અપ્રાકૃતિક યૌન અપરાધનો ઉલ્લેખ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે પણ પ્રકૃતિની વ્યવસ્થાની ઉલટ જઈને કોઈ પુરુષ, મહિલા કે પ્રાણી સાથે સેક્સ કરે તો તેને ઉંમર કેદ અથવા દસ વર્ષની સજા અને દંડ પણ થઈ શકે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર