Home /News /india /'વ્યભિચાર હવે ગુનો નહીં,' સુપ્રીમ કોર્ટે 158 વર્ષ જૂનો વ્યભિચાર કાયદો કર્યો રદ

'વ્યભિચાર હવે ગુનો નહીં,' સુપ્રીમ કોર્ટે 158 વર્ષ જૂનો વ્યભિચાર કાયદો કર્યો રદ

પ્રતિકાત્મત તસવીર

"સંવિધાનમાં મહિલા અને પુરુષોને સમાન અધિકાર આપવામાં આવ્યા છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યું કે, મહિલાઓને સમાજ પ્રમાણે વિચારવાનું ન કહી શકાય."

    નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ફેંસલો સંભળાવતા 150 વર્ષ જૂના વ્યભિચાર (એડલ્ટરી) કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો છે. લગ્નેત્તર સંબંધને ગુનો ગણતી કલમ 497 વિરુદ્ધ થયેલી અરજીઓ અંગે ફેંસલો સંભળાવતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યુ કે, એડલ્ટરીને છૂટાછેડાનો આધાર ગણી શકાય પરંતુ તેને ગુનો ન ગણી શકાય.

    ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી પાંચ જજોની બંધારણીય ખંડપીઠે પોતાનો ફેંસલો સંભળાવ્યો હતો. પોતાનો અને જસ્ટિસ એમ ખાનવિલકરનો નિર્ણય વાંચતા સીજેઆઈ દીપેક મિશ્રાએ કહ્યુ કે, "હું, મારો અને તું એ લોકસભાની શોભા છે. દરેકને સરખા અધિકાર છે. પતિએ પત્નીનો માસ્ટર નથી."

    જસ્ટિસ મિશ્રાએ કહ્યું, "મૂળભૂત અધિકારોમાં મહિલાઓના અધિકારોને પણ સામેલ કરવા જોઈએ. એક વ્યક્તિનું સન્માન સમાજની પવિત્રતાથી વધારે જરૂરી છે. મહિલાઓને એવું ન કહી શકાય કે તેમણે સમાજના દ્રષ્ટોકોણથી વિચારવું જોઈએ."

    એક લિંગના વ્યક્તિને બીજા લિંગના વ્યક્તિ પર કાયદાકીય અધિકારો આપવા ખોટું છે. આને લગ્ન રદ કરવા માટે આધાર ગણી શકાય પરંતુ ગુનાની શ્રેણીમાં ન મૂકી શકાય.

    આત્મહત્યા પર ચાલશે કેસ

    સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, એડલ્ટરીને અપરાધ નહીં માનવામાં આવે, પરંતુ જો પત્ની તેના જીવન સાથીના વ્યવભિચારને કારણે આપઘાત કરે છે તો પુરતા પૂરાવા રજૂ કર્યા બાદ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ ચાલી શકે છે.

    મહિલાઓની જાતિય પસંદગીને રોકે છે કાયદો

    પોતાનો ફેંસલો સંભળાવતા જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, વ્યભિચારનો કાયદો મનમાની છે. આ કાયદો મહિલાઓની ગરીમાને ઠેંસ પહોંચાડે છે. અડલ્ટરી કાયદો મહિલાઓની સેક્સુઅલ ચોઈસને રોકે છે, આ માટે આ ગેરબંધારણીય છે. મહિલાઓને લગ્ન પછી સેક્સુઅલ પસંદગીથી વંચિત ન રાખી શકાય.

    અત્યાર સુધી શું કાયદો હતો?

    આઈપીસીની કલમ 497ની જોગવાઈ પ્રમાણે પરુષોને અપરાધી માનવામાં આવે છે જ્યારે મહિલાઓને પીડિત માનવામાં આવે છે. આ કાયદા પ્રમાણે દોષી જાહેર થવાના કેસમાં પુરુષો માટે પાંચ વર્ષ સુધી જેલની સજા છે જ્યારે, મહિલાઓ માટે કોઈ જોગવાઈ નથી. કલમ 497 વિરુદ્ધ થયેલી અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે આ કાયદા અંતર્ગત જે જોગવાઈ છે તે પુરુષો સાથે ભેદભાવ કરે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Supreme Court, Verdict

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन