દહેજ ઉત્પડિત કેસમાં મોટો ફેરફાર, સુપ્રીમ કોર્ટે કહ્યું - પોલીસ સીધા જ કરી શકે છે ધરપકડ

News18 Gujarati
Updated: September 14, 2018, 7:43 PM IST
દહેજ ઉત્પડિત કેસમાં મોટો ફેરફાર, સુપ્રીમ કોર્ટે કહ્યું - પોલીસ સીધા જ કરી શકે છે ધરપકડ
News18 Gujarati
Updated: September 14, 2018, 7:43 PM IST
દહેજ ઉત્પડિત કેસમાં સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વના ફેરફારો કર્યા છે. બંને પક્ષોમાં સંતુલન બનાવવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે કેસની હકીકતની તપાસ કરાવવા માટે ફેમિલી વેલફેયર સોસાયટીમાં જવાની જરૂર નથી. આ પહેલા આઈપીસીની કલમ 498-એનો ખોટો ઉપયોગ રોકવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફેમિલી વેલફેયર સોસાયટીના રિપોર્ટના આધારે જ આરોપીઓ પર કાર્યવાહી થવી જોઈએ. પણ હવે આમ થશે નહીં

ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાની આગેવાનીમાં ત્રણ સભ્યોની બેન્ચે ફરી એક વખત આ કેસમાં કોઈની ધરપકડ કરવાનો અધિકાર પોલીસને આપ્યો છે. કોર્ટનું કહેવું છે કે આઈપીસીની કલમ-498-એ પ્રમાણે કોઈની ધરપકડ કરવી કે નહીં તેનો નિર્ણય પોલીસે જ કરવાનો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હવે ફેમિલી વેલફેયર સોસાયટીથી કેસની તપાસ કરાવવાની કોઈ જરૂર નથી. કોર્ટે એ પણ કહ્યું છે કે આગોતરા જામીનની જોગવાઈ પતિ અને તેના પરિવારના સભ્યો માટે યથાવત્ રહેશે.

બેન્ચે કહ્યું છે કે દરેક રાજ્યના પોલીસ મહાનિર્દેશકને એ નિશ્ચિત કરવું પડશે કે કલમ 498-એ ના ગુનાના મામલાની તપાસ કરનાર અધિકારીને પુરી ટ્રેનિંગ આપવામાં આવે.

સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે કલમ 498-એ મામલામાં જામીન અરજી પર ઝડપણી સુનાવણી કરવામાં આવે. જોકે કોર્ટે કહ્યું છે કે તે એફઆઈઆરને લઈને પોલીસને દિશા નિર્દેશ આપી શકે નહીં.

શું હતો આ પહેલાનો નિર્ણય?
ગત વર્ષે એટલે કે જુલાઈ 2017માં સુપ્રીમ કોર્ટના બે સભ્યોની બેન્ચે કહ્યું હતું કે દહેજના કેસનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે. આવો કોઈપણ મામલો આવતા જ પતિ કે સાસરિયાના પક્ષના લોકોની તરત ધરપકડ થસે નહીં. દહેજ પ્રતાડના એટલે કે આઈપીસીની કલમ 498-એ ના ખોટા ઉપયોગને જોતા સુપ્રીમ કોર્યે ગાઈડલાઇન જાહેર કરી હતી.

કોર્ટે આદેશ કર્યો હતો કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક ફેમિલી વેલફેયર સોસાયટી બનાવવામાં આવે. કલમ 498-એના મામલે પોલીસ કે મેજીસ્ટ્રેટ પાસે આવતી ફરિયાદોને કમિટી પાસે મોકલવી જોઈએ. રિપોર્ટ આવ્યા સુધી કોઈને ધરપકડ થવી જોઈએ નહીં. કમિટીના રિપોર્ટના આધારે ઇન્વેસ્ટિગેશન ઓફિસર કે મેજીસ્ટ્રેટ મેરિટના આધારે વિચાર કરશે.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...