Home /News /india /યૌન ઉત્પીડનના મામલામાં CJI રંજન ગોગોઈને ક્લીનચીટ

યૌન ઉત્પીડનના મામલામાં CJI રંજન ગોગોઈને ક્લીનચીટ

યૌન ઉત્પીડનના મામલામાં CJI રંજન ગોગોઈને ક્લીનચીટ

જસ્ટિસ એસએ બોબડેની આગેવાનીમાં થયેલી પુછપરછમાં રંજન ગોગોઈએ પોતાના ઉપર લગાવેલા બધા આરોપોને ફગાવી દીધા હતા

યૌન ઉત્પીડનના આરોપોમાં ફસાયેલા ભારતના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈને સુપ્રીમ કોર્ટની ઇન હાઉસ પેનલે ક્લીનચીટ આપી દીધી છે. આ પહેલા જસ્ટિસ એસએ બોબડેની આગેવાનીમાં થયેલી પુછપરછમાં રંજન ગોગોઈએ પોતાના ઉપર લગાવેલા બધા આરોપોને ફગાવી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈ ઉપર યૌન ઉત્પીડનનો આરોપ લગાવનાર સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ત્રણ ન્યાયધીશોની ઇન-હાઉસ પેનલ દ્વારા કરાઇ રહેલી તપાસમાં સામેલ થવાથી ઇન્કાર કરી દીધો હતો. મહિલાનો મત છે કે ત્યાંથી તેને ન્યાય મળવાની કોઈ સંભાવના ન હતી.

મહિલાએ આ ઇન્કાર જસ્ટિસ એસએ બોબડેના નેતૃત્વમાં સોમવારે પેનલની ત્રીજી ઇન ચેમ્બર બેઠક પછી કર્યો હતો. મહિલાએ કહ્યું હતું કે અત્યાર સુધી થયેલી ત્રણ સુનાવણીમાં તેને ડર લાગ્યો કારણ કે ત્યાં તે એકલી હાજર રહેતી હતી. મહિલાએ કહ્યું હતું કે તેના વકીલને પણ કાર્યવાહીનો ભાગ બનવા દીધા ન હતા.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે સીજીઆઈ સામે જ તપાસ ચાલી રહી છે તેથી પેનલની રિપોર્ટને સુપ્રીમ ઓથોરિટી હોવા છતા તેમને સોંપી શકાય નહીં. આવા સમયે જસ્ટિસ બોબડે, જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ ઇન્દીરા બેનરજીની તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટના બધા જજોને આપશે. હાલ સુપ્રીમ કોર્ટમાં 27 સિટિંગ જજ છે જ્યારે ફુલ સ્ટ્રેન્થ 31 જજોની છે.
First published:

Tags: CJI, Ranjan gogoi, Supreme Court