સમલૈંગિક સંબધોને માન્યતા આપતા ચુકાદામાં સુપ્રીમ કોર્ટનાં મહત્વનાં નિરીક્ષણો

સુપ્રિમ કોર્ટની બંધારણીય ખંઠપીઠે આ ચુકાદો આપતી વખતે LGBT, માનવ અધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતા વિશે મહત્વનાં નિરીક્ષણો કર્યા હતા.

News18 Gujarati
Updated: September 6, 2018, 3:20 PM IST
સમલૈંગિક સંબધોને માન્યતા આપતા ચુકાદામાં સુપ્રીમ કોર્ટનાં મહત્વનાં નિરીક્ષણો
સુપ્રિમ કોર્ટની બંધારણીય ખંઠપીઠે આ ચુકાદો આપતી વખતે LGBT, માનવ અધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતા વિશે મહત્વનાં નિરીક્ષણો કર્યા હતા.
News18 Gujarati
Updated: September 6, 2018, 3:20 PM IST
દેશભરમાં સમલૈંગિકોના અધિકારો માટે લડતાં લોકો માટે ગુરુવારનો દિવસ સૌથી અગત્યનો હતો. સુપ્રિમ કોર્ટે આઇપીસીની 377ની કલમને રદ કરી અને સમલૈંગિક સંબધોને કાયદાકીય માન્યતા આપી.

સુપ્રિમ કોર્ટની બંધારણીય ખંઠપીઠે આ ચુકાદો આપતી વખતે LGBT, માનવ અધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતા વિશે મહત્વનાં નિરીક્ષણો કર્યા હતા.

સુપ્રિમ કોર્ટનાં મહત્વના નિરીક્ષણો નીચે મુજબ છે.

-મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાએ કહ્યુ કે, વ્યકિતગત સ્વાયત્તતાનું રક્ષણ થવુ જોઇએ. આપણે વર્ષોથી ચાલ્યા આવતા પૂર્વગ્રહો અને બીબાઢાળ માનસિક્તાને અલવિદા કહેવી પડશે. બંધારણના નૈતિક મુલ્યો આપણા પથદર્શક હોવા જોઇએ”

આ પણ વાંચો : શું છે સમલૈંગિક સંબંધો? સજાતિય સેક્સ સલામત છે ? જાણો ડોક્ટર શું કહે છે ?

-સેક્શન 377 બે પુખ્ત સમલૈંગિક વ્યક્તિઓ સહમતિથી થયેલા સમાગમને સજા ન કરી શકે.
આપણે જ્યારે લીજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સુયલ અને ટ્રાન્સજેન્ડર) સભ્યોને અન્યો જેટલા જ હક્કો આપીશુ ત્યારે આપણી સ્વતંત્રતા સાચી ઠરશે.

-સંબધોની નિકટતા (ઇન્ટિમશી) અને એકાંત (પ્રાઇવસી) એ બંને વ્યક્તિગત પસંદગીનો મામલો છે. પુર્વગ્રહો અને સામાજિક લાંછન હજુ પણ સમાજના ચોક્કસ વર્ગને પિડા આપે છે.

-પ્રગતિશીલ સમાજ સૌને સ્વીકારે. સમાજમાં પ્રવર્તતી માન્યતાઓ સાથે બંધારણીય મુલ્યોની સરખામણી થઇ શકે નહીં.

-સુપ્રિમ કોર્ટનો આ ચુકાદો વ્યક્તિગત સ્વાતંત્ર્ય પર ભાર મૂકે છે અને આ -વ્યક્તિગત સ્વતંત્રતાને માન આપવુ જોઇએ. કેમ કે, તે આત્મસન્માનની ઓળખનું મૂળ હાર્દ છે.

આ પણ વાંચો : કોર્ટે અમને અધિકાર આપ્યો, હવે સમાજ અમને જેવા છે એવા સ્વીકારેઃ ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ

-હોમોસેક્સ્યુઆલિટી એ માનસિક રોગ છે.

-સમલૈંગિક્તા એ જૈવિક પ્રક્રિયા છે અને આ જૈવિક પ્રક્રિયાના આધાર પર ભેદભાવ કરવો તે તેમના મૂળભૂત અધિકારોનું હનન છે.

-મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યુ, વ્યક્તિગત અભિવ્યક્તિને નકારવી એટલે મૃત્યુને આંમત્રણ આપવા બરાબર છે.

-LGBT (લેસ્બિયન, ગે, બાયસેક્સુયલ અને ટ્રાન્સજેન્ડર) કોમ્યુનિટી પણ અન્ય નાગરિકો જેટલા જ માનવ અને મૂળભૂત અધિકારો ધરાવે છે.

-આઇપીસીની ધારા 377 એલજીબીટી કોમ્યુનિટીને હેરાનગતિ કરવાનું હથિયાર હતુ અને એના આધારે તેમની સાથે ભેદભાવ થતો.

-જો કે, પ્રાણીઓ સાથેનો સેક્સ સબંધ ગૂનાહિત કૃત્ય રહેશે જ.
First published: September 6, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...