PMના સચિવ ચીફ જસ્ટીસ દિપક મિશ્રાને મળવા પહોંચ્યા

News18 Gujarati
Updated: January 13, 2018, 10:48 AM IST
PMના સચિવ ચીફ જસ્ટીસ દિપક મિશ્રાને મળવા પહોંચ્યા
ચિફ જસ્ટિસ દિપક મિશ્રા વિરુદ્ધ જે આરોપો લગાવવામાં આવ્યા છે તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે...
News18 Gujarati
Updated: January 13, 2018, 10:48 AM IST
સુપ્રીમ કોર્ટના ચાર જજ દ્વારા ખુલ્લેઆમ સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટીસ સામે ગંભીર આરોપો લગાવતા પૂરા દેશમાં તેનો પડઘો પડ્યો છે. હવે સુપ્રીમકોર્ટ બાર એશોસિએશને પણ ચાર જજના આરોપોને લઈ શનિવારે મીટિંગ બોલાવી છે.

સુપ્રીમ કોર્ટની આ મીટિંગમાં જસ્ટિસ જે ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગગોઈ, જસ્ટિસ મદન બી લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફ દ્વારા ચિફ જસ્ટિસ દિપક મિશ્રા વિરુદ્ધ જે આરોપો લગાવવામાં આવ્યા છે તે મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ મીટિંગ બાદ બાર કાઉન્સિલ પ્રેસ કોન્ફરન્સ યોજશે.

સચિવ નૃપેંન્દ્ર મિશ્રા, દિલ્હીના મુખ્ય ન્યાયાધિશ દિપક મિશ્રાના ઘરની બહાર જોવા મળ્યા.



સિપ્રીમ કોર્ટ બાર એશોસિએશનના પ્રમુખે કહ્યું કે, 'આ ચાર જજ મીડિયા સામે આવ્યા તો ખરા, પરંતુ કોઈ મુદ્દો લઈને નહોતા આવ્યા. તેમણે બસ એટલું જ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં કઈંક ગડબડી છે. પરંતુ કેવી ગડબડી? મુખ્ય વાત શું છે? જેની સ્પષ્ટતા ચારમાંથી એક પણ જજે કરી નથી. ઉલટાનું ચાર જજે ન્યાયપાલિકાને મુશ્કેલીમાં મુકી દીધી છે. આ ચાર જજે જસ્ટિસ લોયાનને લઈને પણ કઈં નથી કહ્યું'.



 

 
First published: January 13, 2018
पूरी ख़बर पढ़ें
अगली ख़बर