ઇકબાલ અંસારીએ કહ્યું - જે પણ નિર્ણય આવશે તે મંજૂર, ફરીથી અપીલ નહીં કરીએ

40 દિવસો સુધી ચાલેલી સુનાવણી પછી સંવિધાન પીઠે પોતાના નિર્ણય સુરક્ષિત રાખ્યો

News18 Gujarati
Updated: October 16, 2019, 7:41 PM IST
ઇકબાલ અંસારીએ કહ્યું - જે પણ નિર્ણય આવશે તે મંજૂર, ફરીથી અપીલ નહીં કરીએ
40 દિવસો સુધી ચાલેલી સુનાવણી પછી સંવિધાન પીઠે પોતાના નિર્ણય સુરક્ષિત રાખ્યો
News18 Gujarati
Updated: October 16, 2019, 7:41 PM IST
અયોધ્યા : રામ જન્મભૂમિ (Ram Janambhoomi) અને બાબરી મસ્જિદ (Babri Mosque)ના અયોધ્યામાં જમીન વિવાદ પર (Ayodhya Land Dispute) પર સુપ્રીમ કોર્ટના નિર્ણયની બધા રાહ જોઈ રહ્યા છે. મામલાની સુનાવણી પુરી થયા પછી સુપ્રીમ કોર્ટે (Supreme Court) નિર્ણયને સુરક્ષિત રાખી લીધો છે. મુસ્લિમ પક્ષકાર ઇકબાલ અંસારી (Iqbal Ansari)એ આ મુદ્દા પર નિવેદન આપતા કહ્યું હતું કે નિર્ણયનો સમય આવી ગયો છે. કોર્ટ જે પણ નિર્ણય કરશે તે અમને સ્વિકાર છે. તેમણે કહ્યું હતું કે નિર્ણય જે પણ આવે આશા છે કે અયોધ્યા વિકાસ કરશે. છેલ્લા 70 વર્ષોમાં આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે. હવે રાજનીતિ નહીં પણ વિકાસ થશે.

ઇકબાલ અંસારીએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હવે આ મામલાને લઈને કોઈ બીજી અરજી દાખલ કરશે નહીં. અમે હિન્દુસ્તાનના મુસલમાન છીએ. જે પણ નિર્ણય આવશે તેનો ઇકબાલ અન્સારી સ્વિકાર કરશે.

સુપ્રીમ કોર્ટે સુરક્ષિત નિર્ણય રાખ્યો

દેશના દશકો જૂના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે ઐતિહાસિક ચર્ચા પુરી થઈ ગઈ છે. 40 દિવસો સુધી ચાલેલી સુનાવણી પછી સંવિધાન પીઠે પોતાના નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને બધા પક્ષોને કહ્યું છે કે તે મોલ્ડિંગ ઓફ રિલીફ ઉપર 3 દિવસોમાં કોર્ટને લેખિત જવાબ આપે.

ઇકબાલ અંસારીએ આગળ કહ્યું હતું કે બધાને પોતાની વાત રાખવાનો અધિકાર છે પણ કોર્ટ પોતાનો નિર્ણય પોતાની રીતે સાક્ષીઓના આધારે કરશે. જો મધ્યસ્થતા કમિટીના માધ્યમથી કોઇ પત્ર આવે છે તો તેની ઉપર સુપ્રીમ કોર્ટ વિચાર કરશે. આ સુપ્રીમ કોર્ટનો વિષય છે.
First published: October 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...