પુલવામા હુમલો: અમેરિકાનો સંદેશ- ભારતને આત્મરક્ષાનો પુરો અધિકાર, US તમારી સાથે છે

News18 Gujarati
Updated: February 16, 2019, 2:51 PM IST
પુલવામા હુમલો: અમેરિકાનો સંદેશ- ભારતને આત્મરક્ષાનો પુરો અધિકાર, US તમારી સાથે છે
હુમલા સમયની તસવીર

'આતંકવાદ સામે લડવા માટે અમેરિકા ભારતની સાથે છે.'

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા આતંકી હુમલા અંગે અમેરિકાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને સંવેદનાઓ વ્યક્ત કરી. તેમણે પોતાના ભારતીય સમકક્ષ અજીત ડોવાલ સાથે ફોન પર વાત કરતા કહ્યું કે, 'આતંકવાદ સામે લડવા માટે અમેરિકા ભારતની સાથે છે.'

મળતી જાણકારી પ્રમાણે બોલ્ટને શુક્રવારે સવારે એનએસએ ડોભાલ સાથે વાચચીત કરી હુમલામાં શહીદ થયેલા જવાનો પ્રતિ દુખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે આશ્વાસન આપતા કહ્યું છે કે અમેરિકા ભારતની સાથે છે અને આના દોષીઓને સજા મળશે.

આ પણ વાંચો: PM મોદીની એ પાંચ વાતો જેના કારણે પાકિસ્તાનની ઊંઘ થઈ હરામ

બોલ્ટને પીટીઆઈને જણાવ્યું કે, 'અજીત ડોભાલ સાથેની વાતચીતમાં ભારત સાથેનાં આત્મરક્ષાનાં અધિકારનું સમર્થન કરીએ છીએ. આતંકવાદનાં મુદ્દે અમારી વિચારશૈલી એકદમ સ્પષ્ટ છે અને અમે પાકિસ્તાનની સાથે પણ સંવાદ કરી રહ્યાં છે.'

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)નાં કાફલા પર ગુરૂવારે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં 40 જવાનો શહીદ થઇ ગયા હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતાં. આ હુમલાને પગલે અમેરિકાએ એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં અમેરિકાનાં નાગરિકોને કહેવામાં આવ્યું છે કે આતંકવાદને કારણે પાકિસ્તાન જતા પહેલા વિચાર કરી લે.

આ પણ વાંચો : પાકિસ્તાન નહીં આતંકીસ્તાન, પાકમાંથી ઓપરેટ થાય છે આ 8 આતંકી સંગઠનઆ પહેલા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને તમામ આતંકી દળોને મદદ અને તેમને પનાહ આપવાની તત્કાળ બંધ કરી દે તેવું કહ્યું છે. ટ્રમ્પની પ્રેસ સચિવ સારા સૈંડર્સે એક નિવેદનમાં કહ્યું હતું કે, 'અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું તમે અત્યારેજ આતંકી દળોને મદદ કરવાની બંધ કરી દે.'

 
First published: February 16, 2019, 9:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading