Home /News /india /

ત્રીજાવિશ્વ યુદ્ધના ભણકારા, રશિયા સહિત મહાશક્તિઓએ કરી લીધી તૈયારીઓ

ત્રીજાવિશ્વ યુદ્ધના ભણકારા, રશિયા સહિત મહાશક્તિઓએ કરી લીધી તૈયારીઓ

અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે વધતા તણાવની અસર પૂરી દુનિયા સ્પષ્ટ રીતે જોઈ શકે છે. બંને દેશો વચ્ચે યુદ્ધની આશંકાને લઈને વિશ્વના અન્ય દેશોએ પણ કમર કસવાની શરૂઆત કરી દીધી છે. રશિયાએ સત્તાવાર રીતે આને વર્લ્ડવોરનો ખતરો જણાવીને પોતાની મિલિટ્રીને તૈયાર રહેવાનું આદેશ આપીને ઉત્તર કોરિયાની સરહદે સ્ટેન્ડબાય કરી દીધા છે. રશિયાએ પોતાના જંગી યુદ્ધ પોતોને પણ તૈયારી કરી લીધી છે. જોકે, રશિયા આ બાબતે કોરિયા કે અમેરિકામાંથી એકપણ પક્ષમાં પોતાનું મત આપી રહ્યું નથી. રશિયા આ બાબતે ફુકી-ફુકીને પગલા મુકી રહ્યું છે. જોકે, રશિયાની આ હિલચાલને જોતા સ્પષ્ટ થઈ ગયું છે કે, હવે મામલો ગંભીર થઈ ચૂક્યો છે.


રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પૂતિને પોતાના 15 હજાર જવાનોને ઉત્તર કોરિયા સાથે મળેલી પોતાની 17 કિલોમીટરની સરહદે તેનાત કરી દીધા છે. તેથી પરમાણું યુદ્ધ થવા પર લોકો ઉત્તર કોરિયાના લોકો વિસ્થાપિતોના રૂપમાં રશિયામાં ઘૂસણખોરી ના કરી શકે. તો બીજી બાજુ ચીને પણ ઉત્તર કોરિયા સાથેની પોતાની સરહદો પર પોતાના હજારો જવાનોને ગોઠવી દીધા છે, જેથી આવનારા કોઈપણ ખતરાને સરળતાથી પહોંચી શકાય. રશિયાની સાથે- સાથે ચીનને પણ લાગે છે કે, જો ઉત્તર કોરિયા પર ટ્રમ્પ હુમલો કરે છે તો તેની અસર સરહદ પાર તેમના દેશો પર પણ થશે.

First published:

Tags: Donald trump, Russia, US, ચીન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन