દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું - શશિ થરુરે PAK પત્રકાર સાથે પસાર કરી હતી રાત, નારાજ હતી સુનંદા

દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે ઘરના નોકરે નિવેદન આપ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઘણી વખત લડાઇ થતી હતી

News18 Gujarati
Updated: August 31, 2019, 6:59 PM IST
દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું -  શશિ થરુરે PAK પત્રકાર સાથે પસાર કરી હતી રાત, નારાજ હતી સુનંદા
દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું - શશિ થરુરે PAK પત્રકાર સાથે પસાર કરી હતી રાત, નારાજ હતી સુનંદા
News18 Gujarati
Updated: August 31, 2019, 6:59 PM IST
સુનંદા પુષ્કરના મોતના મામલે કોંગ્રેસ નેતા શશિ થરુર પર ગાળીયો કસતો જોવા મળી રહ્યો છે. દિલ્હી પોલીસે શનિવારે રાઉજ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે શશિ થરુર સામે સુનંદા પુષ્કરને આત્મહત્યા માટે ઉફસાવવાનો મામલો નોંધાવવો જોઈએ. સુનાવણી દરમિયાન પાકિસ્તાની પત્રકાર મેહર તરાર સાથે થરુરના સંબંધો અને દુબઈમાં થરુર અને સુનંદા વચ્ચે ઝઘડાની વાત પણ સામે આવી છે.

દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે ઘરના નોકરે નિવેદન આપ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઘણી વખત લડાઇ થતી હતી. પાકિસ્તાની પત્રકાર મેહર તરારને લઈને ઘણો ઝઘડો થતો હતો. દુબઈમાં પણ ઝઘડો થયો હતો, જે સવારે ચાર વાગ્યા સુધી ઝઘડો ચાલ્યો હતો. દિલ્હી પોલીસે કોર્ટમાં પોતાની દલીલ રાખી હતી અને તપાસ દરમિયાન સુનંદાના નજીકના વ્યક્તિઓ અને ઘરના નોકરના નિવેદનથી કોર્ટને જાણ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે શશિ થરુર પર પત્નીની હત્યાનો કેસ ચલાવી શકાય છે.

આ પણ વાંચો - બસ કંડક્ટરના પુત્રને ટીમ ઇન્ડિયામાં મળ્યું સ્થાન, સચિનને કરી ચૂક્યો છે આઉટ

સુનંદાના પુત્રએ કહ્યું - મા ક્યારેય આત્મહત્યા ના કરી શકે
દિલ્હી પોલીસે સુનાવણી દરમિયાન કોર્ટમાં દલીલ આપતા કહ્યું હતું કે શશિ થરુર અને સુનંદા પુષ્કરના ત્રીજા લગ્ન હતા. સુનંદા પુષ્કરના પુત્ર શિવ મેનને એસડીએમ સામે નિવેદન આપતા કહ્યું હતું કે તેની માતા સુનંદા મજબુત લેડી હતી. મજબુત ઇરાદાવાળી મહિલા હતી. શિવ મેનને કહ્યું હતું કે તે ક્યારેય આત્મહત્યા કરી શકે નહીં.

થરુરના મોબાઈલમાં હતા રોમાંટિક મેસેજ
Loading...

દિલ્હી પોલીસે કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે સુનંદાએ નલિની સિંહને કહ્યું હતું કે તેણે થરુરના બીબીએમ ચેટ મેસેજ જોયા હતા, જેમાં મહેર તરાર સાથે રોમાંટિક મેસેજ શેર કરવામાં આવ્યા હતા. સુનંદાને તલાક આપવાની વાત પણ મેસેજમાં કરવામાં આવી હતી. પત્રકાર નલિની સિંહના મતે સુનંદાએ તેને કહ્યું હતું કે દુબઈમં થરુરે મહેર તરાર સાથે રાત પસાર કરી હતી. મેસેજમાં પાકિસ્તાની પત્રકાર સાથે લગ્ન કરવાની વાત પણ હતી. 16 જાન્યુઆરી 2014ના રોજ ટીવી શો જોઈ રહી હતી ત્યારે સુનંદાનો ફોન આવ્યો હતો અને તે સતત રડી રહી હતી. ત્રિવેન્દ્રમથી જ્યારે સુનંદા થરુર સાથે ફ્લાઇટથી જઈ રહી ત્યારે થરુર ટોયલેટ ગયા તો તેણે મેસેજ ચેક કર્યા હતા. થરુર ત્યારે પણ પાકિસ્તાની પત્રકાર સાથે સંપર્કમાં હતા.
First published: August 31, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...