Home /News /india /રક્ષાબંધનના દિવસે જ આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો, બે આતંકી ઠાર અને 3 જવાન શહીદ

રક્ષાબંધનના દિવસે જ આર્મી કેમ્પ પર આતંકવાદી હુમલો, બે આતંકી ઠાર અને 3 જવાન શહીદ

સેનાના કેમ્પમાં અંદર ઘુસવામાં અસફળ રહ્યા બંને આતંકવાદીઓ.

Encounter in J&K: આ ઓપરેશનમાં સેનાના 2 જવાન ઘાયલ થયા છે જ્યારે 3 જવાન શહીદ થયાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે. આ ઘટના કાશ્મીર વેલીના રાજૌરીના દરહાલ વિસ્તારની છે. સુરક્ષા દળો સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરું કર્યું છે. સેનાએ જણાવ્યું હતું કે મોડી રાત્રે તેના કેમ્પ પાસે મૂવમેન્ટ જોવા મળી હતી.

વધુ જુઓ ...
જમ્મુઃ કાશ્મીર ખીણ પ્રદેશના રાજૌરીમાં આંતકીઓ દ્વારા સેનાના કેમ્પ પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. સેનાએ વળતા જવાબમાં બંને આતંકીઓને ઠાર માર્યા છે. મળી રહેલા પ્રાથમિક અહેવાલ મુજબ આ ઘટનામાં સેનાના 3 જવાન પણ શહીદ થયા છે. જ્યારે કેટલાક જવાન ઘાયલ થયા છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરું કર્યું છે. આતંકવાદીઓએ કેમ્પમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સેનાના જવાનોની સતર્કતાના કારણે તેમનો મનસૂબો સફળ થયો ન હતો. હાલ કેમ્પની આસપાસના વિસ્તારમાં બીજા પણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે.

સ્વતંત્રતા દિવસ પહેલા મોટો આતંકવાદી હુમલો ટળ્યો, પુલવામામાં સુરક્ષા બળોએ 30 કિલો IED ડિફ્યૂઝ કર્યો

રાજૌરીમાં મળ્યો હતો ગ્રેનેડ

તમને જણાવી દઈએ કે મંગળવારે રાજૌરી જિલ્લામાં બોમ્બ સ્ક્વોડે એક જૂના અને કાટ ખાઈ ગયેલા ગ્રેનેડને નિષ્ક્રિય કર્યો હતો. ગામના કેટલાક લોકોએ મંજાકોટ વિસ્તારમાં ગમબીર મુગલનમાં એક ગટર પાસે ગ્રેનેડ પડેલો જોયો હતો. જેમણે સ્થાનિક પોલિસને આ અંગે જાણકારી આપી હતી. જે બાદ સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી અને પોલીસ ટીમ અને બોમ્બ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને વિસ્ફોટકને કબ્જે કરી તેને નિષ્ક્રિય કર્યો હતો.

બડગામમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકીઓ ઠાર

આ પહેલા જમ્મુ કાશ્મીરના બડગામ જીલ્લામાં બુધવારે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીઓ ઠાર મરાયા હતા. સુરક્ષા દળોએ જિલ્લામાં ખાનસાહેબ વિસ્તારના વોટરહેલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ તેમણે ઘેરાબંધી કરીને સમગ્ર વિસ્તારમાં શોધ અભિયાન ચલાવ્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન આંતકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ વરસાવવાની શરુ કરી દેતા સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં બદલાઈ ગયું હતું.

China New Virus: ચીનમાં મળી આવ્યો વધુ એક વાયરસ, જાણો લક્ષણો અને અસર; કોઈ ઈલાજ ન હોવાનો દાવો

સેના પ્રમુખે હાલમાં જ આ વિસ્તારોની લીધી હતી મુલાકાત

સેના પ્રમુખ જનરલ મનોજ પાંડેએ ગત સપ્તાહે જ જમ્મુ કાશ્મીરના પુંછ અને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીકના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સેનાની તૈયારીઓ અંગે પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.
First published:

Tags: Indian Armed Forces, Jammu Kashmir News, Terrorist Attacks, Terrorist Encounter

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો