તમારા રસોડામાં રાખેલા ગૅસ-સિલિન્ડર પર મળે છે આટલું વીમા-કવચ

News18 Gujarati
Updated: June 7, 2018, 8:08 PM IST
તમારા રસોડામાં રાખેલા ગૅસ-સિલિન્ડર પર મળે છે આટલું વીમા-કવચ
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
સામાન્ય રીતે તમે અંગત વીમા, ઘરના વીમા, દુકાનના વીમા અથવા ફોનના વીમા વિશે સાંભળ્યું હશે. પણ તમને કદાચ ખબર હશે કે તમારા ઘરમાં રાખેલા ગૅસ-સિલિન્ડર પર પણ વીમાની સુવિધા મળે છે. માહિતીથી અજાણ હોવાને કારણે ઘણા લોકો આનો લાભ લેતા નથી.

તમારા ગૅસ-સિલિન્ડર પર મળે છે વીમાની સુવિધા

ગૅસ-સિલિન્ડર પર મળી રહેલા ઇન્સ્યોરન્સનું કવચ રૂ.40થી 50 લાખ સુધીનું હોય છે. બધા રજિસ્ટર્ડ ગ્રાહકોને રજિસ્ટર નિવાસસ્થાને ગૅસ-સિલિન્ડરને કારણે દુર્ઘટનામાં વીમા-સુરક્ષાની સુવિધા આપવામાં આવે છે. કુટુંબના બધા સભ્યો વીમા-કવચમાં આવી જાય છે. આ ઉપરાંત એલપીજી વિતરકોને થર્ડ પાર્ટી લાયેબિલિટી ઇન્સ્યોરન્સની સુવિધા મળે છે. મોતની ઘટનામાં કુટુંબના સભ્યો અદાલતમાં વળતર મેળવવા માટે દાવો કરી શકે છે. અદાલત પીડિતની ઉંમર, તેનો પગાર-આવક અને અન્ય પરિસ્થિતિઓના આધાર પર વળતર નક્કી કરે છે.

ઘરમાં ઘટના બાદ શું કરવાનું હોય છે ?

જો તમારા ઘરમાં ગૅસ-સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે કોઈ કારણોસર કોઈ ઘટના બની જાય તો એની માહિતી સૌપ્રથમ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે. તમારે આની માહિતી વિતરણકર્તાઓને 5 દિવસની અંદર આપવાની હોય છે.  ત્યાર બાદ ડિસ્ટ્રિબ્યુટર- ઓઇલ કંપનીઓ અને ઇન્સ્યોરરને આની માહિતી આપવી પડે છે. અકસ્માતમાં મૃત્યુ પામ્યા પછી જરૂરી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવાનું હોય છે. ત્યાર બાદ મામલો ક્ષેત્રીય કાર્યાલય અને પછી ક્ષેત્રીય કાર્યાલય વીમાં કંપનીને સોંપી દેવામાં આવે છે.

વીમાની રકમ લેવા માટે પૂરી કરવાની હોય છે આ શરતોતમારા ઘરમાં ઉપયોગ કરવામાં આવેલું ગૅસ-કનેક્શન કાયદેસરનું હોવું જોઈએ, એની સાથે સાથે આઇએસઆઇ માર્ક ગૅસ ચુલો જ હોવો જોઈએ. ગૅસ-કનેક્શનમાં એજન્સીથી મળેલાં પાઇપ અને રેગ્યુલેટરનો ઉપયોગ કરેલો હોવો જોઈએ. ગૅસ વાપરવાની જગ્યા પર વીજળીનો ખુલ્લુો તાર ન હોવો જોઈએ. યુલો અને ગૅસ-સિલિન્ડર રાખવાનું સ્થાન ઊંચું હોવું જોઈએ છે.
First published: June 7, 2018, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading