ભારતનાં અગ્નિ 5 મિસાઈલનું સફળ પ્રાયોગિક પરિક્ષણ

News18 Gujarati
Updated: December 13, 2018, 11:37 AM IST
ભારતનાં અગ્નિ 5 મિસાઈલનું સફળ પ્રાયોગિક પરિક્ષણ
આ મિસાઈલ 5 હજાર કિમી દુરનાં લક્ષ્યને ભેદવા સક્ષમ

આ મિસાઈલ 5 હજાર કિમી દુરનાં લક્ષ્યને ભેદવા સક્ષમ

  • Share this:
ભારતે સોમવારે ઓરિસ્સાનાં એક કિનારા નજીક ડૉ. અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ હથિયાર લઈ જવામાં સક્ષમ બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ 5નું સફળ પરિક્ષણ કર્યું.

આ મિસાઈલ 5 હજાર કિલોમીટરનાં અંતર સુધી લક્ષ્ય ભેદવામાં સક્ષમ છે. રક્ષા સુત્રોનાં જણાવ્યા પ્રમાણે સપાટીથી સપાટી સુધી માર કરવા વાળી સ્વદેશમાં વિકસિત થયેલી મિસાઈલનું આ સાતમું પરિક્ષણ છે. આ પહેલાં પણ અગ્નિ-1 થી અગ્નિ-4 સુધીની મિસાઈલનું પરિક્ષણ પણ થઈ ચુક્યું છે. અગ્નિ-1 એ 700 કિમી સુધી તેમજ અગ્નિ-4 એ 4 હજાર કિમી સુધી લક્ષ્યને ભેદવા સક્ષમ હતું. પરંતુ અગ્નિ-5નાં 6 પરિક્ષણ બાદ આ સાતમું પ્રાયોગિક પરિક્ષણ સફળ પુરવાર થયું છે.

અગ્નિ 5 એ ત્રણ ચરણોમાં માર કરવા વાળી મિસાઈલ છે જે 17 મીટર લાંબી, 2 મીટર પહોળી અને 1.5 ટન સુધીનાં પરમાણું હથિયાર લઈ જવામાં સક્ષમ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ શ્રેણીની અન્ય મિસાઇલ્સથી વિપરીત અગ્નિ 5 માર્ગ અને દિશા એ વિસ્ફોટક વહાણના ટોપ્સ અને એન્જિનોની દ્રષ્ટિએ સૌથી અદ્યતન છે.

એક રક્ષા સુત્રએ જણાવ્યું કે, આ મિસાઈલનું પરિક્ષણ સોમવારે બપોરે બંગાળની ખાઈનાં ડૉ. અબ્દુલ કલામ ટાપુ પર ઈંટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર) નાં લૉન્ચ પેડ નંબર-4 પરથી એક મોબાઈલ લૉન્ચરથી કરવામાં આવ્યું.

રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (ડીઆરડીઓ)નાં અધિકારીઓનાં પ્રમાણે આ મિસાઈલને સોક્કસ લક્ષ્ય બિંદુને ભેદવા માટે તૈયાર કરવામાં આવી છે. આ મિસાઈલ તેમાં સામેલ કમ્પ્યુટર દ્વારા નિર્દેશિત કરવામાં આવશે.
First published: December 13, 2018, 11:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading