રસોઈ ગેસ સિલિન્ડર મોંઘો થયો, આ છે LPGની નવી કિંમતો

  • Share this:
    સબસિડીવાળો રસોઈ ગેસ સિલિન્ડર 2.71 રૂપિયા મોંઘો થઈ ગયો છે જ્યારે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 55.50 રૂપિયા વધી ગઈ છે. આંતરરાષ્ટ્રીય કિંમતમાં એલપીજીમાં ભાવ વધારો અને રૂપિયાની કિંમતમાં ઘટાડો થતા આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપની ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશને (આઈઓસી) કહ્યું છે કે દિલ્હીમાં સબસિડીવાળા રસોઈ ગેસની કિંમત શનિવારે મધરાતથી 493.55 રૂપિયા થઈ જશે.

    તેલ કંપનીઓ દર મહિનાની પ્રથમ તારીખે ગત મહિનાના એવરેજ બેન્ચ માર્ચ કિંમત અને વિદેશી મુદ્રા વિનિમય કિંમતના આધારે એલપીજીની કિંમતમાં સંશોધન કરે છે.

    કંપનીના નિવદેનમાં કહેવામાં આવ્યું છે કે સબસિડી વગરના એલપીજી સિલિન્ડરમાં જીસીએસટીની ગણતરીથી તેની કિંમતમાં વધારો થયો છે. ગ્લોબલ બજારમાં કિંમત વધવાથી સબસિડી વગરનાએલપીજી સિલિન્ડરની કિંમત 55.50 રૂપિયા વધી જાય છે.

    ઇન્ડિયન ઓઇલે એક નિવેદનમાં કહ્યું હતું કે બાકી બચેલા 52.79 (55.50-2.71) રૂપિયા ગ્રાહકોના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ પ્રકારે જુલાઈ 2018માં ગ્રાહકોના બેન્ક ખાતામાં સબસિડી ટ્રાન્સફર વધીને 257.74 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જે જૂન 2018માં 204.95 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.
    Published by:Ashish Goyal
    First published: