Home /News /india /ઉપ-ચૂંટણી: અજમેર અને અલવર લોકસભા સીટ માટે BJP ઉમેદવાર જાહેર કરાયા

ઉપ-ચૂંટણી: અજમેર અને અલવર લોકસભા સીટ માટે BJP ઉમેદવાર જાહેર કરાયા

રાજસ્થાનમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેથી આ ચૂંટણી એક ટેસ્ટ સમાન જોવામાં આવી રહી છે...

રાજસ્થાનમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેથી આ ચૂંટણી એક ટેસ્ટ સમાન જોવામાં આવી રહી છે...

રાજસ્થાનમાં લોકસભાની બે અને વિધાનસભાની એક સીટ પર ઉપ ચૂંટણી યોજાશે. જેના માટે બીજેપીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. અજમેર બેઠક પરથી રામસ્વરૂપ લાંબા અને અલવર બેઠક પરથી જસવંતસિંહ યાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે માંડલગઢ વિધાનસભા સીટથી શક્તિસિંહ હાડા બીજેપીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અહીં 29 જાન્યુઆરીએ મતદાન યોજાશે.

પૂર્વમંત્રી અને સાંસદ સાવરલાલ જાટના નિધન બાદ અજમેરની સીટ ખાલી પડી હતી. જ્યારે મહંત ચાંદનાથના નિધનથી અલવરની બેઠક ખાલી પડી હતી. આ બંને બેઠક બીજેપી પાસે જ હતી. અજમેરમાં સાવરલાલ જાટના પુત્રને જ ટિકીટ આપવામાં આવી છે. જ્યારે અલવરમાં યાદવોના મતને ધ્યાનમાં રાખી જસવંતસિંહ યાદવને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

બીજીબાજુ કોંગ્રેસે અલવરમાંથી ડો. કર્ણ સિંહ યાદવને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે અજમેર માટે હજુ ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા.

આ બાજુ, ધારાસભ્ય કિર્તી કુમારીના નિધન બાદ ખાલી પડેલ માંડલગઢ બેઠક પર બીજેપીએ શક્તિસિંહ હાડાને ટીકીટ આપી છે. આ સીટ પણ ભાજપ પાસે હતી.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેથી આ ચૂંટણી એક ટેસ્ટ સમાન જોવામાં આવી રહી છે.
First published:

Tags: Ajmer, Alwar, Candidates, Declared, Lok Sabha Election, Seats, ભાજપ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन