...જ્યારે બે મહિલાના ઘરે એસ્કોર્ટ સર્વિસની માંગ સાથે પહોંચવા લાગ્યા પુરુષો

News18 Gujarati
Updated: November 24, 2018, 4:19 PM IST
...જ્યારે બે મહિલાના ઘરે એસ્કોર્ટ સર્વિસની માંગ સાથે પહોંચવા લાગ્યા પુરુષો
પ્રતિકાત્મક તસવીર

પ્રોફાઇલમાં લખ્યું હતું કે આ મહિલાએ તેમના લાઇફ પાર્ટનરથી ખુશ નથી. તેમના લાંબા સમયના સહવાસ માટે કોઈ પાર્ટનરની જરૂર છે.

  • Share this:
કોલકાતાઃ દક્ષિણ કોલકાતામાં રહેતી બે મહિલાઓને ત્યારે આઘાત લાગ્યો જ્યારે તેમના આંગણે અજણ્યા લોકોએ દસ્તક દીધા અને તેમની પાસે વિચિત્ર માંગણી કરી. બે મહિના પહેલા બનેલા આ બનાવમાં મહિલાઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. એસ્કોર્ટ સર્વિસના માધ્યમથી પાર્ટનર શોધી રહેલા લોકો જ્યારે તેમના ઘર સુધી પહોંચવા લાગ્યા ત્યારે મહિલાઓને કંઈક રંધાયું હોવાની ગંધ આવી હતી અને બાદમાં તપાસ કરતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું.

તપાસ બાદ એક 40 વર્ષીય મહિલા અને તેની નણંદને માલુમ પડ્યું હતું કે કોઈએ તેમના નામ, સરનામાં અને ફોટોગ્રાફ્સ સાથેનાં ફેક આઈડી ફેસબુક અને ડેટિંગ સાઇટ પર બનાવી દીધા છે. ફેક આઈડી બનાવનાર લોકોએ પ્રોફાઇલમાં લખ્યું હતું કે આ બંને મહિલાઓ તેમના લાઇફ પાર્ટનરથી સંતુષ્ઠ નથી. આ મહિલાઓ સહવાસ માટે પુરુષોને શોધી રહી છે. બંને મહિલાઓએ આ અંગેની ફરિયાદ કોલકાતા સાઇબર સેલમાં કરી હતી.

ફરિયાદી એક મહિલા તેના પતિ અને તેના સાસુ-સસરા સાથે રહે છે. જ્યારે તેની નણંદ તેની બાજુની એક સોસાટીમાં રહે છે. આ અંગે સાઇબર ક્રાઇમના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર બિવાસ ચેટરજીએ કહ્યું કે, "ફેસબુક અને ડેટિંગ વેબસાઈટ પર પ્રોફાઈલ જોઈને અજાણ્યા લોકો એસ્કોર્ટ પાર્ટનરની શોધમાં મહિલાઓના ઘર સુધી પહોંચવા લાગ્યા હતા."

આ પણ વાંચોઃ મિત્ર સામે દુષ્કર્મ કેસ પરત ખેંચવા માંગતી મહિલા પર પોલીસ અધિકારીએ આચર્યું દુષ્કર્મ

ચેટરજીએ વધુમાં કહ્યું કે, "મહિલાના સાસુ અને સસરા હૃદયની બીમારીથી પીડિત છે. દર વખતે જ્યારે અજાણ્યા લોકો તેમના ઘરે દસ્તક દેતા ત્યારે બંને એમને સમજાવતા હતા કે અહીં આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી નથી. આ બધું થયું હશે ત્યારે પરિવાર પર શું વીતી હશે તે વિચારવું જ રહ્યું."

ફેક પ્રોફાઇલ પરથી એક મહિલાની તસવીર સાથે કરવામાં આવેલી પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, "હું ટેલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સ્ક્રિન રાઇટર તરીકે કામ કરું છું. આજકાલ મને મારી પતિ સાથે અણબનાવ ચાલી રહ્યો છે. હું લાંબા સમય માટે કોઈ સેક્સ પાર્ટનર શોધી રહી છું. આ સેવા બિલકુલ ફ્રી છે. આ માટે તમારે કોઈ પૈસા ચુકવવાના નથી." અન્ય એક પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, "રૂ. 500 ચાર્જ અને સાથે ડ્રિંક્સ મફત."
ચેટરજીના જણાવ્યા પ્રમાણે આ બનાવ બાદ પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. "પરિવારે હવે તેમના ઘર બહાર સીસીટીવી કેમેરા લગાવ્યા છે. એટલું જ નહીં ઘર બહાર હિન્દી, અંગ્રેજી અને બાંગ્લા ભાષામાં એક નોટિસ પણ લગાવી છે કે આ ઘરમાં આવી કોઈ જ પ્રવૃત્તિ ચાલતી નથી."
First published: November 24, 2018
વધુ વાંચો
अगली ख़बर