ત્રણ તલાક પર BJPએ આવી રીતે જીત્યો જંગ, જાણો અંદરની વાત

News18 Gujarati
Updated: July 30, 2019, 10:40 PM IST
ત્રણ તલાક પર BJPએ આવી રીતે જીત્યો જંગ, જાણો અંદરની વાત
ત્રણ તલાક બિલને રાજ્યસભામાં પાસ કરાવવું બીજેપી માટે ઘણું મુશ્કેલ હતું પણ પોતાના હાઉસ મેનેજમેન્ટથી બીજેપીએ બહુમત ના હોવા છતા વિપક્ષને પછાડ્યો

ત્રણ તલાક બિલને રાજ્યસભામાં પાસ કરાવવું બીજેપી માટે ઘણું મુશ્કેલ હતું પણ પોતાના હાઉસ મેનેજમેન્ટથી બીજેપીએ બહુમત ના હોવા છતા વિપક્ષને પછાડ્યો

  • Share this:
વિક્રાંત યાદવ

ત્રણ તલાક બિલને રાજ્યસભામાં પાસ કરાવવું બીજેપી માટે ઘણું મુશ્કેલ હતું પણ પોતાના હાઉસ મેનેજમેન્ટથી બીજેપીએ બહુમત ના હોવા છતા વિપક્ષને પછાડ્યો હતો. જો સભ્યોના નંબર ઉપર ધ્યાન આપવામાં આવે તો બિલના સમર્થક દળો અને બિલના વિરોધ કરી રહેલા દળો વચ્ચે લગભગ બરાબરી હતી. જોકે સત્તા પક્ષ આ બિલને પાસ કરાવવામાં બધી તાકાત લગાવી દીધી હતી. બીજી તરફ વિપક્ષ વેરવિખેર જોવા મળ્યો હતો. આરટીઆઈ બિલને રાજ્યસભામાં પાસ કરાવનાર બીજેપી મંગળવારે આત્મવિશ્વાસ સાથે જોવા મળી હતી.

જેડીયૂ અને AIADMK એ વોક-આઉટ કરીને સરકારની મદદ કરી

સરકારને પહેલા અંદાજો હતો કે જેડીયૂ અને AIADMK તેના સહયોગી હોવા છતા આ બિલના વિરોધમાં રહેશે. જોકે આ બંને દળોએ વોટિંગ શરુ થયા પહેલા વોક આઉટ કરીને અપરોક્ષ રીતે સરકારની મદદ કરી હતી. સરકારના ફ્લોર મેનેજર સતત બિલના વિરોધમાં રહેલી બાકી રાજનીતિક પાર્ટીઓના નેતાઓ સાથે સંપર્કમાં હતા. ગૃહમંત્રી અમિત શાહ આખો દિવસ સંસદમાં રહ્યા હતા. વચ્ચે વચ્ચે તે સસંદ ભવનના પોતાના રુમમાં અને રાજ્યસભાના અંદર આવતા જતા રહ્યા હતા.

આ પણ વાંચો - રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ, બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા

વિપક્ષના ઘણા સાંસદ રહ્યા ગેરહાજરબીજેડીએ લોકસભામાં સરકારના આ બિલ ઉપર સમર્થન કર્યું હતું. તે રાજ્યસભામાં પણ યથાવત્ રહ્યું હતું. TRSના 6 સાંસદો, TDPના બે સાંસદો અને બીએસપીના ચાર સાંસદોએ વોટિંગ દરમિયાન બહિષ્કાર કરીને સરકારનું કામ આસાન કરી દીધું હતું. આ પછી બચેલી કસર વિપક્ષના ગેરહાજર રહેલા સાંસદોએ પૂરી કરી હતી. કોંગ્રેસના 3 સાંસદો અલગ-અલગ કારણોસર ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસના સંજય સિંહે આજે જ રાજીનામું આપ્યું હતું. ટીએમસીસીના બે સાંસદો સદનમાં ન હતા. NCPના 4 સાંસદોમાંથી શરદ પવાર અને પ્રફુલ પટેલ સદનમાં હાજર રહ્યા ન હતા. આરજેડીના રામ જેઠમલાની અસ્વસ્થતાના કારણે ન હતા, જ્યારે મીસા ભારતી પણ ગાયબ હતી.
First published: July 30, 2019, 10:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading