Home /News /india /શૅરબજાર ઐતિહાસિક સ્તરે, સેન્સેક્સ 35081 પર અને નિફ્ટી 10,788 પર બંધ

શૅરબજાર ઐતિહાસિક સ્તરે, સેન્સેક્સ 35081 પર અને નિફ્ટી 10,788 પર બંધ

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઉછાળો.

    અમેરિકી અને એશિયન બજારોના તેજીના મજબૂત સંકેતોને પગલે આજે સ્થાનિક શેરબજાર નવા શિખરે પહોંચી ગયું હતું. આ તેજીમાં સેન્સેક્સે પ્રથમવાર 35 હજારના સ્તરને પાર કર્યું હતું. એવી જ રીતે નિફ્ટી 10780ની ઉપર પહોંચી ગયો હતો. બુધવારે બજારમાં બેન્કિંગ, આઇટી શેર્સમાં આવેલી નવી ખરીદીને કારણે ટેકો મળ્યો હતો. છેલ્લે, બીએસઈનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 310.77 પોઇન્ટ વધીને 35,081.82 પર બંધ રહ્યો હતો અને એનએસઈનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 88.10 પોઇન્ટ વધીને 10788.55 પર બંધ રહ્યો હતો.

    બજાર માટે આજે ખૂબ જ સારો દિવસ રહ્યો હતો. સેન્સેક્સે પ્રથમ વખત 35,000ના સ્તરને પાર કર્યો અને એની પર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી પણ પ્રથમ વખત 10,800ના સ્તરને સ્પર્શ કરવામાં સફળ રહ્યો હતો. સેન્સેક્સે ઊંચામાં 35,118.61નો રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે નિફ્ટીએ 10803ની નવી ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો. બેન્ક નિફ્ટીમાં પણ નીચા સ્તરથી રિકવરી આવી હતી. બેન્ક નિફ્ટીમાં 300થી વધુ પોઇન્ટ્સનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી

    મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં નીચા મથાળાથી શાનદાર લેવાલી નીકળી હતી. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકાના વધારા સાથે 17,932.4 પર બંધ રહ્યો હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 17,556.3 સુધી નીચો ગયો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સ એક ટકાના વધારા સાથે 21,516.5 પર બંધ રહ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સ 20,945 સુધી નીચો પહોંચી ગયો હતો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5 ટકાના વધારા સાથે 19,687.6 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાનનાં કામકાજમાં બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 19225 સુધી તૂટી ગયો હતો.

    શૅરબજારમાં બજેટ પહેલાં કરેક્શનની શક્યતા

    કે. આર. ચોક્સીના એમડી દેવેન ચોક્સી જણાવે છે કે છેલ્લા 1-2 દિવસમાં બજારના ઉતાર-ચઢાવને કારણે એનું વલણ નક્કી નથી થતું. બજેટ રજૂ થયા પહેલાં એક કરેક્શન જરૂર જોવા મળશે. બજેટ પછી ફરી ખરીદી જોવા મળશે. સરકારે વધારાના ઋણ લક્ષ્યને રૂ.50000 કરોડથી ઘટાડીને રૂ.20000 કરોડ કરી દીધું છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन