JNUમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિની તોડફોડ કરી, અભદ્ર ટિપ્પણીઓ લખી

News18 Gujarati
Updated: November 14, 2019, 4:26 PM IST
JNUમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિની તોડફોડ કરી, અભદ્ર ટિપ્પણીઓ લખી
JNUમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિની તોડફોડ કરી, અભદ્ર ટિપ્પણીઓ લખી

પ્રતિમા ઉપર કેટલાક લોકોએ ઇટો અને પત્થરો ફેક્યા હતા

  • Share this:
નવી દિલ્હી : જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય (JNU) કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદની (Swami Vivekanand)મૂર્તિને કેટલાક અસામાજિક તત્ત્વોએ નુકસાન પહોંચાડ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે પ્રતિમા ઉપર કેટલાક લોકોએ ઇટો અને પત્થરો ફેક્યા હતા. આ ઘટના પાછળ કોનો હાથ છે તે વિશે હજુ ખુલાસો થયો નથી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

અભદ્ર શબ્દો લાખ્યા
આ સાથે આરોપીઓએ મૂર્તિ ઉપર અભદ્ર સંદેશાઓ પણ લખ્યા છે. તમને જણાવી દઈએ કે સ્વામી વિવેકાનંદની આ મૂર્તિ જેએનયૂ કેમ્પસમાં પ્રશાસનિક બ્લોકની જમણી બાજુ છે. તેની ઠીક સામે જવાહરલાલ નહેરુની પણ મૂર્તિ લાગેલી છે. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે કેટલાક છાત્ર યૂનિવર્સિટીના પ્રશાસનિક બ્લોકમાં કુલપતિને મળવા પહોંચ્યા હતા. આ બધા છાત્ર હોસ્ટલની વધેલી ફી ના વિરોધમાં ત્યાં ભેગા થયા હતા.

આ પણ વાંચો - આ 6 મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર છે પ્રતિબંધ



પ્રશાસનિક બ્લોકમાં બુધવારે જ્યારે છાત્ર કુલપતિને મળવા પહોંચ્યો તો તે હાજર ન હતા. અન્ય અધિકારી પણ ત્યાં હાજર ન રહેતા ગુસ્સે થયેલા છાત્રોએ કુલપતિની ઓફિસ પાસે રહેલી દીવાલો પર સંદેશાઓ લખ્યા હતા. એક સંદેશમાં છાત્રએ લખ્યું હતું કે તમે અમારા કુલપતિ નથી. જ્યારે કેટલાક સંદેશામાં હંમેશા માટે અલવિદા દેવા શબ્દો પણ લખેલા હતા.

ઉલ્લેખનીય છે કે જેએનયૂ કોઈના કોઈ કારણોસર સતત વિવાદોમાં રહે છે.
First published: November 14, 2019, 3:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading