પશ્ચિમ બંગાળ: સંતરાગાછી રેલવે સ્ટેશન પર ભાગદોડમાં બેનાં મોત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોને 5-5 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 1-1 લાખ રુપિયાની સહાય કરવાની જાહેરાત કરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મૃતકોને 5-5 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 1-1 લાખ રુપિયાની સહાય કરવાની જાહેરાત કરી

 • Share this:
  પશ્ચિમ બંગાળમાં હાવડાના સંતરાગાછી રેલવે સ્ટેશન પર મંગળવારે સાંજે ટ્રેન પકડવાને લઈને ભાગદોડ થઈ હતી. જેમાં 2 લોકોના મોત અને 14 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. ઘટનાની જાણ થતા સ્થળ પર પોલીસ અને રેલવે અધિકારીઓની ટીમ પહોંચી ગઈ છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  દક્ષિણ પૂર્વ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એક એક્સપ્રેસ ટ્રેન ને બે ઇએમયુ લોકલ ટ્રેન એક જ સમયે લગભગ 6.30 કલાકે સ્ટેશન ઉપર આવી હતી. બંને ટ્રેનમાં ચડવા માટે યાત્રીઓ પ્લેટફોર્મ તરફ જવા લાગ્યા હતા તે સમયે આ ઘટના બની હતી.

  સ્ટેશન ઉપર ભીડ એટલી બધી હતી કે કેટલાક લોકો પડી ગયા હતા. લોકો પડતા ચિલ્લાવાનું શરૂ થયું હતું અને ભાગદોડ થઈ હતી.

  અધિકારીઓએ મામલાને લઈને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. ખડગપુરમાં 032221072 અને સંતરાગાછીમાં 03326295561 નંબર પર સંપર્ક કરી શકાય છે.

  આ ઘટનાની જાણ થતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મૃતકોને 5-5 લાખ રુપિયા અને ઈજાગ્રસ્તોને 1-1 લાખ રુપિયાની સહાય કરવાની જાહેરાત કરી હતી.

  મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રેલવે દેશની મુખ્ય લાઇફ લાઇન છે. રેલવેએ યાત્રીઓનું ધ્યાન રાખવું જોઈએ. હું રેલવે ઉપર દોષનો ટોપલો ઢોળતી નથી. મામલાની તપાસ થવી જોઈએ.

  અમૃતસર ટ્રેન દુર્ઘટના : આ એક ઓર્ડરે બચાવી લીધી હોત 60 જિંદગીઓ!
  Published by:Ashish Goyal
  First published: