ચેન્નાઈમાં એસઆરએમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની એક છાત્રાએ ગુરુવારે યૂનિવર્સિટીના એક કર્મચારી ઉપર તેની સામે માસ્ટરબેટ કરવાનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીનીએ એ પણ કહ્યું કે કોલેજના અધિકારીઓએ તેની ફરિયાદ પર કોઈ એક્શન લીધી ન હતી. વિદ્યાર્થીનીના આરોપ પછી ગુરુવારે રાત્રે સેંકડોની સંખ્યામાં કોલેજ છાત્રાઓએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.
પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓના મતે ગુરુવારે સાંજે લગભગ ત્રણ કલાકે સેકન્ડ યરની એક વિદ્યાર્થીની હોસ્ટેલથી ઘરે જવા માટે ચોથા માળેથી લિફ્ટમાં બેઠી હતી. આ સમયે લિફ્ટમાં રહેલા સફાઇ કર્મચારીએ તેને જોઈને માસ્ટરબેશન કરવાનું શરૂ કરી દીધું હતું. સફાઇ કર્મચારીને જોઈને વિદ્યાર્થીનીએ બહાર જવાનો પ્રયત્ન કર્યો હતો પણ કર્મચારીએ તેનો રસ્તો રોક્યો હતો. આ પછી વિદ્યાર્થીની ચિલ્લાવા લાગી હતી અને તેની સાથે લડીને બહાર આવી ગઈ હતી.
એસઆરએમ યૂનિવર્સિટીના વાઇસ ચાન્સલર સંદીપ સંચેતીએ આરોપોને ફગાવતા કહ્યું હતું કે પ્રશાસન ફરિયાદની તપાસ કરશે. તેમણે કહ્યું હતું કે છાત્ર અમારી સાથે ચર્ચા કરી રહ્યા છે, જે પણ કાઈ મામલો છે તેને જોવામાં આવશે. જો જરુર પડી તો તપાસ કરવામાં આવશે.
પ્રદર્શન કરનાર એક છાત્રએ આરોપ લગાવતા કહ્યું હતું કે વિદ્યાર્થીનીની ફરિયાદના બે કલાક હોસ્ટલ વોર્ડન લિફ્ટમાં લાગેલા સીસીટીવી ફુટેજે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધવામાં મોડુ કર્યું હતું.
Protest in girls hostel at 21.55. 22-11-2018. Srm M-block girls hostel. Srm University kattankulathur pic.twitter.com/sMNOeaK1Q7
એક અન્ય છાત્રએ આરોપ લગાવતા કહ્યું છે કે વિદ્યાર્થીનીને સીસીટીવી ફુટેજમાં કર્મચારીને ઓળખી લીધો છે પણ ઓથોરિટીએ આ મામલે ચુપ રહેવા માટે કહ્યું છે.
એક અન્ય છાત્રએ કહ્યું હતું કે વોર્ડને અમને કપડા બદલવા માટે કહ્યું હતું. તેમણે ટુંકા કપડા પહેરવા બદલ અમને દોષિત ગણાવ્યા હતા.
સ્થાનિક પોલીસના અધિકારીએ કહ્યું હતું કે વિશ્વવિદ્યાલય પ્રશાસન દ્વારા મામલે ફરિયાદ લેતા છાત્રાઓએ પોતાનું પ્રદર્શન રોકી લીધું છે. જોકે પોલીસે કહ્યું છે કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. જ્યારે ઘણા વોટ્સએપ ગ્રૂપ પર આરોપી કર્મચારીની આ જ અપરાધી છે ના ટાઇટલ સાથે એક તસવીર શેર કરવામાં આવી
રહી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર