પૂરપાટ જતી કાર હવામાં ઉછળી, ત્રણ ગુલાટ મારી અને મહિલા પર પડી!

સીસીટીવીનું દ્રશ્ય

30 સેકન્ડની ક્લિપમાં જોઈ શકાય છે કે પાછળથી કાર આવી રહી હોવાનો અંદાજ લગાવ્યા બાદ મહિલાએ બચવા માટેના પ્રયાસો પણ કર્યા હતા.

 • Share this:
  નવી દિલ્હીઃ નેશનલ હાઇવે નંબર 58 પર એક બેકાબૂ કારને કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ ઉત્તર પ્રદેશના મનસૂરપુર ખાતે બન્યો હતો. અકસ્માતમાં એક 60 વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

  આ બનાવ શનિવારે બન્યો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક મહિલા હાઇવેની બાજુના સર્વિસ રોડ પર ચાલી રહી છે. આ સમયે જ મુખ્ય રોડ પરથી એક કાર ધસમસતી આવી હતી. કાર એટલી સ્પીડમાં હતી કે ડિવાઇડર સાથે અથડાયા બાદ તેણે ત્રણ ગુલાટ મારી હતી. બાદમાં કાર મહિલા પર પડી હતી. જેમાં તેનું મોત થઈ ગયું હતું.

  30 સેકન્ડની ક્લિપમાં જોઈ શકાય છે કે પાછળથી કાર આવી રહી હોવાનો અંદાજ લગાવ્યા બાદ મહિલાએ બચવા માટેના પ્રયાસો પણ કર્યા હતા. જોકે, તે કંઈ વધારે કરી શકે તે પહેલા જ કાર તેના પર ઉછળીને પડી હતી. જેમાં તેનું મોત થઈ ગયું હતું.

  આ પણ વાંચોઃ બોટાદઃ કાર અને દૂધના ટ્રક વચ્ચે અકસ્માત, કાર આગમાં બળીને ખાખ, બે લોકોના મોત

  પોલીસના જણાવ્યા પ્રમાણે ચાલુ કારમાં ઉંઘ આવી જવાને કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. અકસ્માતને કારણે કારમાં સવાર ત્રણ અન્ય લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતનો ભોગ બનેલી કાર હરિદ્વાર જઈ રહી હતી. આ બનાવ મુઝફ્ફરનગરથી આશરે 18 કિલોમીટર દૂર બન્યો હતો. પોલીસે આ અંગે કેસ દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:Vinod Zankhaliya
  First published: