ક્રિકેટ હોય રાજનીતિ તો કેવી થાય અખિલેશ-માયાવતીની જોડીની હાલત?

News18 Gujarati
Updated: January 12, 2019, 5:59 PM IST
ક્રિકેટ હોય રાજનીતિ તો કેવી થાય અખિલેશ-માયાવતીની જોડીની હાલત?
ક્રિકેટ હોય રાજનીતિ તો કેવી થાય અખિલેશ-માયાવતીની જોડીની હાલત?

મોદી-અમિત શાહની જોડી એવી છે, જેનો મુકાબલો કોઈ પણ બોલર કરી શકે નહીં - ચેતન ચૌહાણ

  • Share this:
ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવનું ગઠબંધન કેવી રીતે ફેલ થશે? આ મુદ્દે પૂર્વ ક્રિકેટ ખેલાડી અને યૂપી સરકારમાં મંત્રી રહેલા ચેતન ચૌહાણે ન્યૂઝ 18 ઇન્ડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. ચેતન ચૌહાણે કહ્યું હતું કે તમને બતાવી દઉં કે અમારી ટીમમાં શું-શું બાબતો છે. મોદી-અમિત શાહની જોડી એવી છે, જેનો મુકાબલો કોઈ પણ બોલર કરી શકે નહીં. બુઆ-બબુઆ જેટલા પણ બોલ નાખશે તેની ઉપર સિક્સર જ જશે. પિચ પર ટકી રહેવા માટે આ બંને નેતાઓ પાસે વિકાસ નામનો જે મંત્ર છે. તે વિપક્ષને પસ્ત કરી નાખશે.

આ પણ વાંચો - પાછલા ત્રણ ગઠબંધનથી શા માટે અલગ છે અખિલેશ-માયાવતીનું ગઠબંધન?

ઉલ્લેખનીય છે કે આગામી લોકસભા ચૂંટણી માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ છે. જે પ્રમાણે સપા અને બસપા 38-38 સીટો પર ચૂંટણી લડશે. માયાવતી અને અખિલેશ યાદવે પ્રેસ કોન્ફરન્સ કરી આ વાતની જાણકારી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું હતું કે બસપા અને સપાની આ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ એટલે કે ગુરુ-ચેલાની ઉંઘ ઉડાડનાર છે.

આ પણ વાંચો - સપા-બસપા વચ્ચે 38-38 સીટો પર સમજૂતી, ગઠબંધન વિના કોંગ્રેસના ખાતામાં અમેઠી-રાયબરેલી

બીજી તરફ અખિલેશે યાદવે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે માયાવતીનું અપમાન એ મારું અપમાન છે.
First published: January 12, 2019, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading