Home /News /india /

કોલસા કૌભાંડઃ ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા સહિત ચાર દોષિત

કોલસા કૌભાંડઃ ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા સહિત ચાર દોષિત

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા, પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તા સહિત ચાર લોકો વિરુદ્ધ સીબીઆઈની ખાસ અદાલતે આજે સુનાવણી કરી હતી.

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા, પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તા સહિત ચાર લોકો વિરુદ્ધ સીબીઆઈની ખાસ અદાલતે આજે સુનાવણી કરી હતી.

નવી દિલ્હીઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા, પૂર્વ કોલસા સચિવ એચસી ગુપ્તા સહિત ચાર લોકો વિરુદ્ધ સીબીઆઈની ખાસ અદાલતે આજે સુનાવણી કરી હતી. સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે આ કેસમાં ચારેય આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. તમામને આ કેસમાં આવતીકાલે સજા સંભળાવવામાં આવશે.

સીબીઆઈની ખાસ કોર્ટે ગત સુનાવણી વખતે બુધવારે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કર્યો હતો. આ કેસ કોલકાતાની વિની આયરન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડ(વીઆઈએસયૂએલ) કંપનીને અયોગ્ય રીતે ઝારખંડમાં રાજહરા નોર્થ કોયલા બ્લોક ફાળવવા સંબંધમાં છે.

છ ડિસેમ્બરના રોજ કોર્ટે આઠ આરોપીઓ વિરુદ્ધ સમન્સ કાઢ્યું હતું. ત્યાર બાદ તમામ કોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં કોર્ટે તમામને જામીન આપી દીધા હતા. સીબીઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, કંપનીએ આઠ જાન્યુઆરી 2007ના રોજ રાજહરા નોર્થ કોયલા બ્લોકની ફાળવણી માટે આવેદન આપ્યું હતું. સીબીઆઈએ કહ્યું કે કોડા, બસુ અને બે અન્ય આરોપીઓએ વીઆઈએસયૂએલને ખોટી રીતે કોયલા બ્લોક ફાળવવાના પક્ષમાં કાવતરું રહ્યું હતું.
First published:

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन