સંસદમાં BJP સાંસદે કહ્યું - સંસ્કૃત બોલવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે

સંસદમાં BJP સાંસદે કહ્યું - સંસ્કૃત બોલવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે
સંસદમાં BJP સાંસદે કહ્યું - સંસ્કૃત બોલવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે

લોકસભામાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલ વિધેયક પર ચર્ચા થઈ

 • Share this:
  નવી દિલ્હી : લોકસભામાં કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલ વિધેયક પર ચર્ચા દરમિયાન ગુરુવારે મધ્ય પ્રદેશના સતનાથી બીજેપી સાંસદ ગણેશ સિંહે કહ્યું હતું કે સંસ્કૃત બોલવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. ચર્ચામાં ભાગ લેતા ભાજપના ગણેશ સિંહે દાવો કર્યો છે કે અમેરિકા આધારિત એક શિક્ષણ સંસ્થાનના અનુસંધાન પ્રમાણે રોજ સંસ્કૃત ભાષા બોલવાથી તંત્રિકા તંત્ર મજબૂત થાય છે અને ડાયબિટીસ અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

  તેમણે કહ્યું હતું કે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ એક અનુસંધાન પ્રમાણે જો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ સંસ્કૃતમાં કરવામાં આવે તો તે વધારે સુગમ થઈ જશે. વિધેયક પર પર ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કેન્દ્રીય મંત્રી પ્રતાર સારંગીએ સંસ્કૃતમાં પોતાની વાત રાખી હતી. તેમણે કહ્યું હતું કે દ્રુમક મિત્ર સંસ્કૃતને લઈને કહી રહ્યા છે તેમને કહેવા માંગીશ કે સંસ્કૃતથી તમિલ કે બીજી કોઈપણ ભાષાને નુકસાન થવાનું નથી. સંસ્કૃત એક સમાવેશી ભાષા છે અને દુનિયાની ઘણી ભાષાઓથી તેનો સંબંધ છે.  આ પણ વાંચો - રામ મંદિર નિર્ણય સામે દાખલ કરેલી બધી 18 રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી  બીજી તરફ કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન સંકાયના પ્રોફેસર ફિરોઝ ખાનની નિમણુકને લઈને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકનું નિવેદન સામે આવ્યું છે. રમેશ પોખરિયાલે ગુરુવારે કહ્યું હતું કે પ્રોફેસર ફિરોઝ ખાન બીએચયૂના સંસ્કૃત વિભાગમાં જ છે અને સંસ્કૃત જ ભણાવશે.

  લોકસભામાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય વિધેયક પર ચર્ચા દરમિયાન દ્રુમક સાંસદ એ રાજા, કૉંગ્રેસના સાંસદ બેની બહનાન અને બસપાના કુંવર દાનિશ અલીએ આ મુદ્દાને ઉઠાવ્યો હતો.
  First published:December 12, 2019, 21:40 pm

  ટૉપ ન્યૂઝ