જ્યારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું - રાહુલ ગાંધી આજે રજા પર છે

News18 Gujarati
Updated: November 19, 2019, 6:30 PM IST
જ્યારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું - રાહુલ ગાંધી આજે રજા પર છે
જ્યારે લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું - રાહુલ ગાંધી આજે રજા પર છે

શીતકાલીન સત્રમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી હજુ સુધી સદનમાં જોવા મળ્યા નથી

  • Share this:
નવી દિલ્હી : લોકસભા (Lok Sabha)માં મંગળવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ (Om Birla)કૉંગ્રેસ (Congress)ના એક સભ્યને તેમની જ પાર્ટીના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ની સીટથી આવીને લોક મહત્વનો એક મુદ્દો ઉઠાવવા માટે ટોક્યા હતા અને એમ પણ કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી આજે રજા પર છે.’

લોકસભામાં એક નવી પ્રણાલી શરુ કરવામાં આવી છે. જે પ્રમાણે સદનમાં લાગેલી એલઇડી સ્ક્રીન પર આસનની અનુમતિથી બોલનાર સભ્યનું નામ જાતે આવી જાય છે. આ નામ સભ્ય માટે નિર્ધારિત કરેલી સીટની સંખ્યાના આધારે આવે છે.

સદનમાં કૉંગ્રેસના કે.સુરેશ જ્યારે શૂન્યકાળ (Zero Hour) દરમિયાન કેરળ સાથે જોડાયેલ લોક મહત્વનો મુદ્દો ઉઠાવવા માટે ઉભા થયા હતા. તો સદનમાં લાગેલા ટીવી સ્ક્રીન ઉપર કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું નામ પ્રદર્શિત થવા લાગ્યું હતું.

આ પણ વાંચો - રેલવેની કાયાપલટ થશે,2021 સુધીમાં ટ્રેક ઉપર દોડશે ઇલેક્ટ્રીક ટ્રેનો

આ મુદ્દે સ્પીકરે કહ્યું હતું કે તમારી સીટ ખાલી બતાવી રહી છે. આ (જ્યાં ઉભા રહીને કે.સુરેશ પોતાનો મુદ્દો ઉઠાવતા હતા) રાહુલ ગાંધીની સીટ છે. રાહુલ ગાંધી આજે રજા ઉપર છે. જેથી તમે પોતાની સીટ પર જાવ. ભાજપા સાંસદ રાજીવ પ્રતાપ રુડીએ પણ સ્પીકરને વિનંતી કરી હતી કે સદનમાં સભ્યો તેમની નક્કી કરેલી સીટ પરથી જ બોલવાનો નિર્દેશ આપવામાં આવે. આખો દેશ આપણને જોઈ રહ્યો છે. આવા સમયે એ જરુરી છે કે ટીવી સ્ક્રીન ઉપર આપણું નામ સાચું દેખાય. ઉલ્લેખનીય છે કે સોમવારે શરુ થયેલા શીતકાલીન સત્રમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી હજુ સુધી સદનમાં જોવા મળ્યા નથી.
First published: November 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...