PM મોદી પહોચ્યા દક્ષિણ કોરિયાનાં પ્રવાસે, મોદી મોદીના લાગ્યા નારા

નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી

PM મોદીએ કહ્યું કે, લોકતંત્રનાં સાથીનાં રૂપમાં ભારત અને દક્ષિણ કોરિયાએ સમાંતર મૂલ્ય અને વિશ્વ શાંતિ માટે એક દ્રષ્ટિ કોણ અપનાવ્યો છે

 • Share this:
  નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસનાં પ્રવાસે દક્ષિણ કોરિયામાં છે. આજ સવારે તે સિયોલ પહોંચી ગયા છે. અહીં મોદીને મળવા ભઆરતીય સમુદાયનાં કેટલાંક લોકો હોટલ પર પહોંચ્યા હતાં. ત્યાં તેમણે મોદી-મોદી અને ભારત માતા કી જયનાં નારા લગાવ્યા હતાં. લોકોમાં મોદીને જોઇને ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયા રવાના થતા પહેલાં પ્રધાનમંત્રીએ દક્ષિણ કોરિયાનાં મૂલ્યવાન મિત્ર અને મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રોમાં વિશેષ ભાગીદાર બનાવ્યો હતો. PM મોદીએ કહ્યું કે, લોકતંત્રનાં સાથીનાં રૂપમાં ભારત અને દક્ષિણ કોરિયાએ સમાંતર મૂલ્યો અને વિશ્વ શાંતિ માટે એક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. બજાર અર્થવ્યવસ્થાનાં સાથીનાં રૂપમાં અમારી જરૂરિયાત અને તાકાત એકબીજાની પૂરક છે. દક્ષિણ કોરિયા મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાનાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.

  વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, આ યાત્રાથી દક્ષિણ કોરિયાની સાથે ભારતની એક વિશેષ સામરિક સમજૂતી મજબૂત થશે અને 'લૂક ઇસ્ટ નીતિ'માં નવાં આયામ જોડાશે. કુમારે ટ્વિટ કરતાં લખ્યું કે, 'ઉચ્ચસ્તરીય આદાન-પ્રદાનની ગતિ બરકરાર રાખતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિપબ્લિક ઓફ કોરિયાની બે દિવસીય ઓફિશિયલ યાત્રા માટે સિયોલ રવાના'  જતા પહેલાં પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,'હું બુધવારે સાંજે દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇનનાં નિમંત્રણ પર દક્ષિણ કોરિયા માટે રવાના થશે. અમે દક્ષિણ કોરિયાનાં એક મૂલ્યવાન મિત્ર માનવામાં આવે છે. તે જ અમારી વિશેષ સામાજીક ભાગીદારી છે.'  આ યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી મોદી દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિ મૂન જે ઇન સાથે મુખ્ય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધો અને વિવિધ કાર્યક્રમ પર ચર્ચા કરશે. આ સાથે જ અહીં PM મોદીને શાંતિ સન્માનપણ આપવામાં આવશે. પ્રધાન મંત્રી મોદી 21 ફેબ્રુઆરીનાં રોજ એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સમયે તે દક્ષિણ કોરિયાનાં રાષ્ટ્રપતિની સાથે દ્વિપક્ષીય સંબંધોમાં વિવિધ આયામ તેમજ હાલની હુમલાની ઘટના પર ચર્ચા

  નિવેદન મુજબ, બંને નેતાઓની મુલાકાત દરમિયાન નક્કી હિત અને તેનાંથી જોડાયેલાં ક્ષેત્રો અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિાચારનું આદન પ્રદાન થઇ શકે છે. આ આધારિત બંને દેશો એક વિશેષ સામારિક સંંબધને વધુ પ્રગાઢ બનાવશે.
  Published by:Margi Pandya
  First published: