સરકાર બચાવવાની ચિંતામા CWCની બેઠકમાં ન આવ્યા કમલનાથ!

લોકસભા ચૂંટણી હાર્યા પછી મંથનમાં જુટેલી કોંગ્રેસે શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિતિ કોંગ્રેસ મુખ્યાલયમાં બેઠક કરી

News18 Gujarati
Updated: May 25, 2019, 4:11 PM IST
સરકાર બચાવવાની ચિંતામા CWCની બેઠકમાં ન આવ્યા કમલનાથ!
સરકાર બચાવવાની ચિંતામા CWCની બેઠકમાં ન આવ્યા કમલનાથ!
News18 Gujarati
Updated: May 25, 2019, 4:11 PM IST
લોકસભા ચૂંટણી હાર્યા પછી મંથનમાં જુટેલી કોંગ્રેસે શનિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સ્થિતિ કોંગ્રેસ મુખ્યાલયમાં બેઠક કરી હતી. કોંગ્રેસની વર્કિંગ કમિટિની આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, પ્રિયંકા ગાંધી, ગુલામનબી આઝાદ, મોતીલાલ વોરા, અશોક ગેહલોત, શિલા દિક્ષીત સહિત ઘણા વરિષ્ઠ નેતા હાજર રહ્યા હતા. જોકે એક નેતા હાજર રહ્યા ન હતા જેના કારણે અટકળો શરુ થઈ ગઈ છે.

CWCની આ બેઠકમાં મધ્ય પ્રદેશના સીએમ કમલનાથ હાજર રહ્યા ન હતા. સૂત્રોને મળેલી જાણકારી પ્રમાણે કમલનાથ પોતાની સરકાર બચાવવાની ચિંતામાં CWCની બેઠકમાં હાજર રહ્યા ન હતા. લોકસભા ચૂંટણી 2019ના એક્ઝિટ પોલના પરિણામ પછી ઉત્સાહિત નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવે રાજ્યપાલને પત્ર લખ્યો હતો, જેમાં વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની માંગણી કરવામાં આવી હતી. બીજેપીનો દાવો છે કે મધ્ય પ્રદેશમાં કમલનાથની સરકાર અલ્પમતમાં છે અને તેણે સદનમાં બહુમત સાબિત કરવી પડશે.

આ પણ વાંચો - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અધિકારીઓને કહ્યુ- 'થેંક્યૂ', જાણો કારણ

કોંગ્રેસ પાસે કુલ 114 ધારાસભ્યો છે અને બહુમત માટે 116નો આંકડો જોઈએ છે. જેને પૂરો કરવા માટે કોંગ્રેસેને 2 બસપા ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે. કહેવામાં આવે છે કે બસપા કોંગ્રેસથી નારાજ છે. જેથી કમલનાથ પોતાની સરકાર બચાવવાની ચિંતામાં છે.

લોકસભામાં ભાજપના પ્રચંડ વિજય પછી કમલનાથ સરકાર ચિંતામાં મુકાઈ છે.
First published: May 25, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...