Home /News /india /

બાલાકોટ પછી પાકિસ્તાનમાં ઘુસીને યુદ્ધ કરવા માટે તૈયાર હતી ભારતીય સેના

બાલાકોટ પછી પાકિસ્તાનમાં ઘુસીને યુદ્ધ કરવા માટે તૈયાર હતી ભારતીય સેના

પ્રતિકાત્મક તસવીર

સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ માટે તૈયાર હતી અને જેમાં પાકિસ્તાનની સરહદની અંદર જવું પણ સામેલ હતું

  બાલાકોટ હુમલા પછી સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે સરકારના પ્રમુખ લોકોને સ્પષ્ટ રુપથી જણાવી દીધું હતું કે ભારતીય સેના પાકિસ્તાન દ્વારા કરવામાં આવનાર કોઈપણ જમીન પરના હુમલાને નિપટવા અને દુશ્મનની સરહદની અંદર યુદ્ધ લડવા માટે પૂરી રીતે તૈયાર છે. સેનાના ટોચના સૂત્રોએ આ જાણકારી આપી છે.

  સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય સેના પાકિસ્તાન સાથે પરંપરાગત યુદ્ધ માટે તૈયાર હતી અને જેમાં પાકિસ્તાનની સરહદની અંદર જવું પણ સામેલ હતું. પુલવામાં આતંકી હુમલા પછી સરકાર જ્યારે હવાઇ હુમલા કરવા સહિત અલગ-અલગ વિકલ્પો ઉપર વિચાર કરી રહી હતી ત્યારે સેના પ્રમુખે સરકારને પોતાના દળની તૈયારીઓ વિશે જણાવ્યું હતું.

  આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીને આ દિવસે મળશે UAEનું સર્વોચ્ચ સન્માન

  સૂત્રોએ જણાવ્યું હતું કે જનરલ રાવતે સેવાનિવૃત્ત થઈ રહેલા અધિકારીઓના એક સમૂહ સાથે બંધ રુમમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે બાલાકોટ હુમલા પછી ભારતીય સેના પાકિસ્તાન સેના દ્વારા કરવામાં આવનાર કોઈપણ આક્રમકતા સાથે નિપટવા દરેક રીતે તૈયાર હતી.

  જનરલ રાવતની ટિપ્પણીની વ્યાખ્યા કરતા સેનાના એક અધિકારીએ કહ્યું હતું કે સેના પ્રમુખ એ કહેવા માંગી રહ્યા છે કે સેના યુદ્ધને પાકિસ્તાનની સરહદમાં લઈ જવા માટે તૈયાર હતી. સૂત્રોએ કહ્યું હતું કે સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકી હુમલા પછી ભારતીય સેનાએ 11 હજાર કરોડ રુપિયાના શસ્ત્ર ખરીદ કરારને અંતિમ રુપ આપ્યું હતું અને તેમાં 95 ટકા મળી ચૂક્યા છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Balakot, આર્મી, પાકિસ્તાન

  આગામી સમાચાર