ભારતે પાકિસ્તાન ઉપર સ્ટ્રાઇક કરી છે. પીએમ નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રપતિ ભવનમાં પીસ પ્રાઇસ કાર્યક્રમમાં મોડા આવવું એક સંકેત આપી રહ્યો હતો કે પીએમ મોદી તે સમયે સૈન્ય દળો સાથે જરુરી મીટિંગ કરી રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં પહોંચીને કહ્યું હતું કે મોડા આવવા બદલ માફી માંગું છું. કોઈ જરુરી કામમાં વ્યસ્ત હતો.
પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાના લડાકુ વિમાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(Pok)માં ધુસીને આતંકી ઠેકાણા ધ્વસ્ત કર્યા હતા. એર સ્ટ્રાઇકમાં આતંકી સ્થળો ઉપર હુમલો કરનાર મિરાજ ફાઇટર પ્લેને બરેલીના ત્રિશુલ એરબેસથી ઉડાણ ભરી હતી.
પીએમ મોદીએ સવારે 10 કલાકે પોતાના સત્તાવાર નિવાસ પર સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને પછી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 2015-18 માટે ગાંધી શાંતિ પુરુસ્કાર એવોર્ડ આપ્યા હતા.
પાકિસ્તાનના જૈશ એ મોહમ્મદના આતંકી સમુહ દ્વારા કાશ્મીરમાં પુલવાલામાં હુમલો કર્યો હતો. જેના 12 દિવસ પછી ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાની સીમા પર નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘણા સ્થાનો ઉપર આતંકી કેમ્પ ઉપર નષ્ટ કર્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર