Home /News /india /હલકી ગુણવત્તાના ભોજનનો વીડિયો તૈયાર કરના BSF જવાનના દીકરાનો મૃતદેહ મળ્યો

હલકી ગુણવત્તાના ભોજનનો વીડિયો તૈયાર કરના BSF જવાનના દીકરાનો મૃતદેહ મળ્યો

તેજ બહાદુર યાદવ

BSFના જવાન તેજ બહાદુર યાદવે હલકી ગુણવત્તાનું ભોજન પિરસાતું હોવાનો વીડિયો તૈયાર કર્યા હતો. જવાનના દિકરાની મોત શંકા ઉપજાવનારી છે.

  નવી દિલ્હી: બીએસએફના જવાનોને હલકી ગુણવત્તાનું ભોજન પિરસાતું હોવાનો વીડિયો તૈયાર કરનાર જવાનના પુત્રનો મૃતદેહ મળી આવ્યો છે. હરિયાણાના રેવાડીમાંથી બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાન તેજ બહાદુર યાદવના દીકરાનો મૃતદેહ તેમના નિવાસસ્થાનેથી મળી આવ્યો છે.

  તેજ બહાદુર યાદવે તૈયાર કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો હતો, ત્યારબાદ તેમને નોકરીમાંથી ડિસમીસ કરવામાં આવ્યા હતા.

  તેજ બહાદુર યાદવનો 22 વર્ષીય દીકરા રોહીતનો મૃતદેહ ઘરમાંથી બંધ રૂમમાંથી મળી આવ્યો હતો. મૃતકના હાથમાં ગન હોવાથી તેણે આત્મહત્યા કરી હોવાની આશંકા છે.

  પોલીસના જણાવ્યા મુજબ, પરિવારને આત્મહત્યાની ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. પોલીસમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રોહીતે આત્મહત્યા કરી છે.

  ક્રાઇમ સ્પોટ પર પોલીસને મૃતદેહની સાથે પિસ્તોલ મળી આવી છે. પિસ્તોલ મૃતક રોહીતના હાથમાં હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તેજ બહાદુર યાદવ પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભ મેળામાં ભાગ લેવા માટે ગયા છે. પોલીસે તેમને ઘટનાની જાણકારી આપી અને પરત બોલાવ્યા છે.

  તેજ બહાદુર યાદવે વર્ષ 2017માં બીએસએફના જવાનોને હલકી ગુણવત્તાનું ભોજન પિરસાતું હોવાનો વીડિયો તૈયાર કર્યો હતો.

  એ વીડિયોમાં તેમણે 'પાણી જેવી દાળ, બળેલી રોટલી' પિરસાતી હોવાનું દર્શાવ્યું હતું. સરહદ પર આ પ્રકારનું ભોજન પિરસાતું હોવાનો વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો.

  આ વીડિયો એટલી હદે વાઇરલ થયો હતો કે ત્યારબાદ ગૃહ મંત્રાલયે તપાસના આદેશ આપ્યા હતા. વીડિયોના પગલે વડા પ્રધાનના કાર્યાલયે પણ તપાસનો રિપોર્ટ સોંપવાનો નિર્દેશ કર્યો હતો.

  આ ઘટના બાદ યાદવની એલઓસી પરથી બદલી કરી દેવાઈ હતી અને બાદમાં ખોટો આક્ષેપ મૂકવાના ચાર્જ હેઠળ ડિસમીસ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ યાદવે ફરી એક વીડિયો તૈયાર કરીને જણાવ્યું હતું કે તેના આક્ષેપોની યોગ્ય તપાસ થઈ નથી.

  તપાસના એક વર્ષ બાદ ગત વર્ષે એપ્રિલમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પેરામિલિટરી ફોર્સના જવાનો અને અધિકારીઓને પિરસાતા ભોજન અંગે થયેલી તપાસનો અહેવાલ સરકારને સોંપ્યો હતો.
  Published by:Jay Mishra
  First published:

  Tags: BSF, આત્મહત્યા, આર્મી, ખોરાક, જવાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन