સોહરાબુદ્દીન એન્કાન્ટર કેસઃ વણઝારા સહિત છ લોકોને બોમ્બે હાઇકોર્ટે કર્યા ડિસ્ચાર્જ

બોમ્બે હાઇકોર્ટે ગુજરાતના આઈપીએસ ઓફિસર વિપુલ અગ્રવાલની ડિસ્ચાર્જ અરજી પણ ગ્રાહ્ય રાખી છે.

News18 Gujarati
Updated: September 10, 2018, 1:42 PM IST
સોહરાબુદ્દીન એન્કાન્ટર કેસઃ વણઝારા સહિત છ લોકોને બોમ્બે હાઇકોર્ટે કર્યા ડિસ્ચાર્જ
ડી.જી.વણઝારા (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: September 10, 2018, 1:42 PM IST
મુંબઈઃ બોમ્બે હાઇકોર્ટે કથિત ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ, તેની પત્ની કૌસર બી અને તેના મદદગાર તુલસી પ્રજાપતિના ફેક એન્કાઉન્ટર કેસમાંથી ગુજરાતના પૂર્વ ડીઆઈજી ડી.જી.વણઝારા, આઈપીએસ અધિકારી દિનેશ એમ એન, રાજકુમાર પાંડિયનને કેસમાંથી મુક્ત કર્યા છે. બોમ્બે હાઇકોર્ટે ગુજરાતના આઈપીએસ ઓફિસર વિપુલ અગ્રવાલની ડિસ્ચાર્જ અરજી પણ ગ્રાહ્ય રાખી છે.

આ અંગે સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને ગુજરાતના પૂર્વ ડીઆઈજી ડી.જી.વણઝારા, આઈપીએસ દિનેશ એમ એન અને રાજકુમાર પાંડિયનની ડિસ્ચાર્જ અરજીને બોમ્બે હાઇકોર્ટમાં ચેલેન્જ કરી હતી. જ્યારે સીબીઆઈ તરફથી રાજસ્થાનના કોન્સ્ટેબલ દલપતસિંઘ રાઠોડ અને ગુજરાતના પોલીસ અધિકારી એન કે અમિનને ડિસ્ચાર્જ કરવાના વિરુદ્ધમાં અરજી દાખલ કરી હતી. એક અરજી ગુજરાતના આઈપીએસ અધિકારી વિપુલ અગ્રવાલ તરફથી કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે અરજી ફગાવ્યા બાદ વિપુલ અગ્રવાલે તેને ચેલેન્જ કરતી અરજી બોમ્બે હાઇકોર્ટમાં કરી હતી.

આ અંગેની સુનાવણી જસ્ટિસ એ એમ બદર કરી રહ્યા હતા. તમામ છ અરજી પર તેઓ જુલાઈથી સુનાવણી કરી રહ્યા હતા.

સુનાવણી દરમિયાન જસ્ટિસ બદરે નોંધ કરી હતી કે આ કેસમાં અનેક સાક્ષીઓ હોસ્ટાઇલ થયા છે. અમે ન્યૂઝ પેપરમાં વાંચ્યું છે કે બધા હોસ્ટાઇલ થઈ રહ્યા છે. સુનાવણી દરમિયાન અનેક વખત જસ્ટિસ બદરે સીબીઆઈને ટ્રાયલ કોર્ટની સુનાવણી અને સાક્ષીઓ વિશે પૂછપરછ કરી હતી. સુનાવણી દરમિયાન સીબીઆઈ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ વણઝારા, પાંડિયન અને દિનેશની ડિસ્ચાર્જ અરજીનો વિરોધ નહોતા કરી રહ્યા.
First published: September 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...