Home /News /india /

OLX પર મળેલા કાર ખરીદનારને મળવા પહોંચેલો ઈજનેર ગૂમ

OLX પર મળેલા કાર ખરીદનારને મળવા પહોંચેલો ઈજનેર ગૂમ

બેંગાલુરૂમાં કામ કરી રહેલા એક સોફ્ટવેર એન્જીનિયરએ પોતાની કાર ઓનલાઈન વેચવા માટે OLX પર મુકી હતી. જે બાદ તે ગુમ હોવાની માહિતી પોલીસે આપી છે.પોલીસના જણાવ્યા અનુસાર પટનાના રહેવાસી કુમાર અજિતાભે પોતાની કાર વેચવા માટે ઓનલાઈન એડ મુકી હતી. જે બાદ 18 ડિસેમ્બરના સાંજે સાડા છ વાગ્યે કાર ખરીદનારને મળવા ગયો હતો. જે બાદ તે ગૂમ છે અને તેનો ફોન પણ બંધ છે. એવુ કહેવામાં આવે છે કે તે દિવસે રાત્રે 10 વાગ્યા સુધી અજિતાભનું વોટ્સએપ એક્ટિવ હતું.

અજિતાભનું એડમિશન ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કલકત્તામાં થઈ ગયું હતું. જેથી તે શહેર છોડીને જવાનો હતો. તે બેંગાલુરૂમાં વર્ષ 2010થી પોતાના મિત્ર સાથે રહેતો હતો.



જણાવવામાં આવી રહ્યું છે કે તેને પોતાના અભ્યાસ માટે પૈસાની જરૂર હતી. જેથી તે પોતાની કાર વેચવા માગતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી કાર પણ મળી નથી. જેથી પોલીસ કારની પણ શોધ કરી રહી છે.

અજિતાભનો ફોન છેલ્લે શહેરના બહારના વિસ્તાર ગુંજુરમાં એક્ટિવ હતો.

અજિતાભનો પરિવાર અને તેના મિત્રો સોશિયલ મીડિયા પર #FindAjitabh નામથી અભિયાન ચલાવી રહ્યાં છે.
First published:

Tags: OLX, કાર

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन