એક અધિકારીના નિવેદન પ્રમાણે આર્જેન્ટિનાના સાલ્ટામાં આયોજીત G-20 ડિજિટલ ઇકોનોમી મિનિસ્ટ્રીયલ મીટિંગને સંબોધિત કરતા પ્રસાદે જોર આપીને કહ્યું હતું કે લોકતાંત્રિક પ્રક્રિયાની શુદ્ધતા સાથે ક્યારેય સમજુતી થવી જોઈએ નહીં
આગામી વર્ષે યોજાનાર લોકસભા ચુંટણી અને આ વર્ષના અંતમાં યોજાનાર વિધાનસભા ચુંટણીને જોતા સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાજ નજર રાખી રહ્યું છે. ભારત સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ડેટાના કથિત રીતે દુરઉપયોગ મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે. સુચના અને પ્રોધોગિક મંત્રી રવિશંકર પ્રસાદનું કહેવું છે કે આવા સાધનોની મદદથી ચુંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાની મંજુરી આપવામાં આવશે નહીં.
એક અધિકારીના નિવેદન પ્રમાણે આર્જેન્ટિનાના સાલ્ટામાં આયોજીત G-20 ડિજિટલ ઇકોનોમી મિનિસ્ટ્રીયલ મીટિંગને સંબોધિત કરતા પ્રસાદે જોર આપીને કહ્યું હતું કે લોકતાંત્રિક પ્રક્રિયાની શુદ્ધતા સાથે ક્યારેય સમજુતી થવી જોઈએ નહીં.
કેન્દ્રીય મંત્રીએ વાયદો કરતા કહ્યું હતું કે જો પણ લોકો લોકતાંત્રિક પ્રક્રિયાને ભ્રષ્ટ કરવા માંગે છે તેને રોકવા અને દંડિત કરવા ભારત દરેક પ્રકારના ઉપાય કરશે. પ્રસાદે એ પણ કહ્યું હતું કે ભારતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડેટાના કથિત દુરઉપયોગને ગંભીરતાથી લીધું છે. પ્લેટફોર્મના ઉપયોગ ચુંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવા માટે મંજુરી આપવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ચુંટણીમાં સોશિયલ મીડિયાના દુરઉપયોગનો મામલો તપાસના દાયરામાં છે. સરકારે આ મામલે સખત પગલાં ભરવાની વાત કરી છે. હાલમાં જ સીબીઆઈએ બ્રિટિશ પોલિટિકલ કંસલ્ટેન્સી ફર્મ કેબ્રિજ એનાલિટિકા સામે તપાસ શરૂ કરી છે. આ ફર્મે પર ફેસબુક દ્વારા ભારતના લગભગ 5 કરોડ યુઝર્સની અંગત જાણકારીઓ લીક કરવાનો આરોપ છે.
G-20 ઇવેન્ટમાં બોલતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા થયેલી આવકનો એક ભાગનું સ્થાનિક બજારમાં રોકાણ કરવું જોઈએ. સાઇબર વર્લ્ડની બોર્ડરલેસ પ્રકૃતિમાં ટ્રેન્ડ અને કોમર્સ માટે અસિમિત ક્ષમતા છે. જોકે એક સકુશળ અને સુરક્ષિત સાઇબરસ્પેસ જ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ફાયદો આપી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર