અહીં વંશ ચલાવવા માટે મહિલાઓનું ખરીદ વેચાણ કરે છે પુરષો, કોઈ અવાજ ઉઠાવતું નથી

News18 Gujarati
Updated: July 26, 2018, 8:04 PM IST
અહીં વંશ ચલાવવા માટે મહિલાઓનું ખરીદ વેચાણ કરે છે પુરષો, કોઈ અવાજ ઉઠાવતું નથી

  • Share this:
છેલ્લા 12 વર્ષમાં શબનમના 4 પતિ રહ્યા પણ તે ક્યારે પરણિત રહી નથી. શબનમ જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેના ઘરે એક ‘દીદી’આવી અને તેને પોતાની સાથે હરિયાણા જવા માટે મનાવી હતી. તે સમયે 13 વર્ષની શબનમે સવાલ કર્યો હતો કે શું હરિયાણા સુંદર છે? ત્યાં કેવા પ્રકારનું ખાવાનું ખાય છે? શું ત્યાં વરસાદ થાય છે? શબનમને કહેવામાં આવ્યું હતું કે તે જોરદાર સ્થળ છે. જ્યાંથી તેને તાજમહેલ, લાલ કિલ્લો, કુતુંબ મિનાર અને બીજા સ્મારકો પણ દેખાશે.

શબનમ હવે 9 બાળકનો માતા છે. હાલ તે પોતાના ચોથા પતિ સાથે છે. ઉદાસ શબનમે કહ્યું કે તે મને વધારે દિવસ રાખશે નહીં. જેવો હું એક પુત્રને જન્મ આપીશ કે તરત તે મને કાઢી મુકશે. હરિયાણામાં જ્યાં મહિલાઓની વસ્તી ઘટી રહી છે ત્યાં શબનમની ઓળખ એક ‘પારો’તરીકેની છે. તેને અસમમાંથી 30, 000 રૂપિયામાં લાવવામાં આવી હતી, કારણ કે 40 વર્ષીય રાહિમનો વારસદાર ખતન ના થાય. જ્યારે તેણે દિકરીને જન્મ આપ્યો તો રાહિમ તેને સાથે રાખવા તૈયાર થયો ન હતો. આ પછી શબનમને બીજા ગામમાં વેચી દેવામાં આવી હતી.

શબનમને 4 વખત વેચવામાં આવી હતી. તેણે ક્યારેય તાજમહેલ કે સ્મારક જોયા નથી. વાસ્તવમાં તે ક્યારેય મેવાત જિલ્લાની બહાર ગઈ નથી. હરિયાણામા સેક્સ રેશિયો 1000 છોકરાઓની સામે 834 છોકરીઓનો છે. અહીંના પુરુષ પ્રધાન સમાજમાં પશ્ચિમ બંગાળ, અસમ, બિહાર, ઓરિસ્સા અને ઝારખંડમાંથી મહિલાઓને ખરીદવામાં આવે છે. આટલું જ નહીં ઘણી વખત બોર્ડર પારથી પર મહિલાઓને ખરીદવામાં આવે છે.

હાલમાં રોયટર્સના એક રિપોર્ટે ભારતને મહિલાઓ માટે દુનિયાનો સૌથી અસુરક્ષિત દેશ ગણાવ્યો હતો. જે દેશમાં માતાને નામ સાથે જોડવામાં આવે છે ત્યાં પણ મહિલાઓની સૌથી મોટી સંખ્યા શોષિત થઈ રહી છે. તે મજબૂર બનીને માનવ તસ્કરો દ્વારા લગ્ન કરવા, કામ કરવા અને સેક્સ સ્લેવ બનવા મજબૂર છે.

એક ગ્રામીણે જણાવ્યું હતું કે તમે પારોની શોધમાં છો? તમને તે આગળની લાઈનમાં બધા ઘરોમાં મળશે. ગામના નિવાસીએ મેવાત જિલ્લાના મિઠ્ઠન ગામ તરફ જનાર રસ્તા તરફ ઇશારો કર્યો હતો. અહીં બધાને ખબર છે કે પારો અલગ-અલગ જગ્યાએથી લાવવામાં આવી છે. તે હંમેશા પરિવારમાં ભાઈઓ વચ્ચે ભાગ બને છે અને બીજા ગ્રામીણોને પણ વેચી દેવામાં આવે છે. જોકે કોઈ આ મુદ્દે્ સવાલ કરતા નથી.

મૂળ હૈદરાબાદની રહેવાસી 59 વર્ષીય ગૌશિયા ખાન પોતાને પારો કહેતી નથી. તેણે કહ્યું હતું કે મારા પતિ હૈદરાબાદ ગયા અને મારી સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી વાતચીત કર્યા પછી તેણે કહ્યું કે તેના દેવરે તેને વેચવાનો પ્રયત્ન કર્યો હતો. તે દરેક વખતે બચી ગઈ હતી. મહિલાઓ અહીં સુરક્ષિત નથી. અમારે પોતાને સુરક્ષિત રહેવા માટે ઘણું મજબૂત બનવું પડે છે.ગૌશિયા હવે હરિયાણવીમાં વાત કરવાની શીખી ગઈ છે. ખાન હવે તે મહિલા છે જે મજબૂત થવાના સપના જુવે છે. તે જિલ્લા કાનુની પ્રાધિકરણની સભ્ય છે અને હિંસક વિવાહમાં ફસાયેલી મહિલાઓની એકમાત્ર બચાવકર્તા બની ગઈ છે. ખાને કહ્યું હતું કે તે એક પોલીસ અધિકારીની જેમ મહેસુસ કરે છે.

ગૌશિયા ખાન સંકટમા ફસાયેલી મહિલાઓની મદદ માટે ગામમાં યાત્રા કરે છે. ફિરોઝપુર નામના ગામમાં તેનું ઘર રેસ્ક્યુ શેલ્ટરમાં બદલાઈ જાય છે. એક સમય એવો પણ હતો કે જ્યારે લગભગ 20-25 મહિલાઓ ભેગી થઈ હતી કારણ કે તેમના પતિ હિંસક હતા અથવા તેમના પરિવારે તેમને વેચવાનો કે બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો હતો.

મેવાત જિલ્લાના કિરંજ ગામમાં બિહિદા પોતાના 11 બાળકો અને તેના બીજા પતિ સાથે રહે છે. છેલ્લા 25 વર્ષથી તેને ઘર મળ્યું નથી. તે નથી જાણતી કે તેના માતા-પિતા જીવિત છે કે નહીં. એક હિંસક પતિ સાથે રહ્યાના વર્ષો પછી બિહિદાએ ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે 19 વર્ષીય બિહિદાને 32 વર્ષીય મુઆજ સાથે લગ્ન કર્યા હતા. તે હાલમાં જ વિધવા બની હતી.

કાંતે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાંથી મોટો ભાગની મહિલાઓ એટલા માટે આવે છે કે કારણ કે ત્યાં ગોરી છોકરીઓ મળે છે. લોકો ફેયર સ્કિન કલર માટે એક લાખ રૂપિયા સુધી ખર્ચ કરવા તૈયાર છે. કિંમત શરીરના રંગ પ્રમાણે નક્કી થાય છે.

ઢાકલા ગામના ખાપ પંચાયત નેતા ઓમ પ્રકાશ ધનકડનું કહેવું છે કે બહારથી દુલ્હન લાવવી આશ્ચર્યકારક નથી. અહીં દરેક ત્રીજા ઘરમાં પારો છે.

 
First published: July 26, 2018
વધુ વાંચો
अगली ख़बर