નવી દિલ્હી: દીવાળી પર ફટાકડા ફોડનારાઓમાં લોકપ્રિય ફટાકડો 'સાંપ વાળી ટિકડી' છે. આ કાળા રંગની ટિકડી પર આગ લગાવતા જ તે સાંપની જેમ વધવા લાગે છે. રિસર્ચ કહે છે કે આ ફટાકડો સૌથી વધુ પ્રદુષણ ફેલાવે છે. તેથી આ દીવાળીએ તે વાતનો સૌથી વધુ ખ્યાલ રાખવામાં આવે.
દીવાળી પર ફોડવામાં આવતા ફટાકડાઅંગે ચેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશન (CRF) અને પુણે યુનિવર્સિટીએ બે વર્ષ પહેલાં કઇક તથ્ય સામે મુક્યા હતાં. જેમાં આ વાત જણાવવામાં આવી હતી. રિસર્ચ મુજબ સામે આવ્યું કે, બ્લેક કલરની ગોળી જેવી ટિકડીઓ એટલે કે સાંપ ફટાકડાથી સૌથી વધુ પ્રદુષણ ફેલાય છે.
જાણો, 'સાંપ વાળી ટિકડીઓ' પર રિસર્ચ શું કહે છે...
-સ્નેક ટેબલેટ એક હજાર, ફટાકડા વાળી લડી, રંગ બે રંગી તારા મંડળ, ચકરડી અને કોઠી કરતાં સૌથી વધુ ખતરનાક છે.
-એક સ્નેક ટેબલેટ ફક્ત 12 સેકેન્ડમાં બળી જાય છે પણ તેનો પ્રભાવ 3 મિનિટ સુધી રહે છે.
સાંપવાળા આ ફટાકડા સહિત અન્ય ઘણાં ફટાકડા સૌથી વધુ ખરાબ અસર પહોંચાડે છે
-આટલા સમયમાં આ PM 2.5થી 64,500 MCG/M3 પેદા કરે છે. આ કોઇપણ ફટાકડામાંથી નીકળતા પ્રદુષણમાં સૌથી વધુ છે
-નોર્મલ લેવલ પર PM 2.5ની સ્વીકાર્ય સીમા ફક્ત MCG/M3 છે
-એક હજાર ફટાકડાવાળી લડી 48 સેકન્ડમાં 38,540 MCG/M3 પેદા કરે છે
કેવી રીતે બને છે સાપ બનાવનારી ગોટી
-ખાંડનો પાવડર
-સોડિયમ બાયકાર્બોનેટ
-થોડુ ફ્યૂઇડ કે આલ્કોહોલ
-તેને મેળવીને આ ગોળી બનાવવામાં આવે છે બાદમાં તેને સોડિયમ બાયકાર્બોનેટ સૌથી વધુ ધુમાડો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ફેલાવે છે. જ્યારે ખાંડ કાર્બન યુક્ત રાખ બનાવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર