VIDEO: સ્મૃતિ ઇરાની જુનું ઘર જોઇને થઇ ભાવુક, રડી પડી

મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પોતાનું 35 વર્ષ જુનું ઘર જોઇને ભાવુક થઇ ગઇ હતી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાના ટ્વિટર પર એક 'હોમ' કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની જૂની યાદો બતાવી રહી છે.

  • Share this:
    મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પોતાનું 35 વર્ષ જુનું ઘર જોઇને ભાવુક થઇ ગઇ હતી. જ્યારે તે જૂના ઘરની ગલીઓમાં પહોંચી ત્યારે તે ઘણી યાદોમાં ખોવાઇ ગઇ હતી.

    કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પોતાના ટ્વિટર પર એક 'હોમ' કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની જૂની યાદો બતાવી રહી છે. જેમાં તે ગુડગાવની જૂની યાદો વાગોળતી દેખાય છે.

    સ્મૃતિ ઇરાની ગુડગાંવના તે વિસ્તારોમાં ગઇ જ્યાં તે આજથી આશરે 35 વર્ષ પહેલા રહેતી હતી. તે જ્યારે ત્યાં જાય છે ત્યારે તેની આંખોમાં પાણી આવી જાય છે. ત્યાં તેના ઘરને એક લોન્ડ્રી બનાવી દેવામાં આવી છે. તેને જ્યાં રહેતી હતી તે ઘર જોવું હતું પરંતુ તે જોવા નથી મળતું. તે રડતા રડતા કહે છે કે, 'અહીંયા તો ઘર જ નથી. 'તે લોકો ત્યારે અહીંયા ભાડે રહેતા હતા.

    તે જ્યારે પોતાના ઘર પાસે જાય છે તો તેમને પોતાના પાડોશીઓ પણ મળે છે. જેમની સાથે તે પ્રેમપૂર્વક વાતો પણ કરે છે. નાના બાળકોને મળે છે, મોટેરાઓ સાથે વાતો કરે છે. તે જગ્યા પર જઇને તેને પોતાના બાળપણની અનેક વાતો યાદ આવે છે. તે એક કિસ્સો યાદ કરતાં કહે છે કે જ્યારે મમ્મી મને આ ઘરમાં કચરા પોતું કરવાનું કહેતી હતી ત્યારે હું જવાબ આપતી કે આ ઘર તો કેટલું મોટું છે. કચરા-પોતા પુરા જ નથી થતાં.

    તેણે એક ટોય શોપમાં જઇને પોતાની યાદ તાજા કરતા કહ્યું કે, હું જ્યારે નાની હતી ત્યારે મને અહીંની 130 રૂપિયાની ઠીંગલી ઘણી ગમતી હતી, ત્યારે મારી પાસે તે લેવાના પૈસા ન હતા. તે દુકાનદાર સામે જોઇ હસતા હસતા કહે છે કે, આજે મારી પાસે 130 રૂપિયા છે તો મને તે ઠીંગલી આપો.
    Published by:Kaushal Pancholi
    First published: