J&K: અનંતનાગમાં સેનાને મોટી સફળતા, એક સાથે 6 આતંકીઓનો સફાયો

પ્રતિકાત્મક તસવીર

આ આતંકવાદી જંગલી વિસ્તારમાં છુપાયેલા હતાં.

  • Share this:
    જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં બિઝબેહરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ 6 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી જંગલી વિસ્તારમાં છુપાયેલા હતાં. સુરક્ષાદળોએ આ વિસ્તારને પહેલા ઘેરી લીધો અને પછી 6 આતંકવાદીઓને ઠાર કર્યા છે. જોકે હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.

    સેનાએ આ અંગે કહ્યું છે કે અનંતનાગમાં 6 આતંકવાદી માર્યા ગયા છે અને તેમની પાસેથી હથિયાર અને વિસ્ફોટક પણ મળ્યા છે. આ વિસ્તારમાં અન્ય આતંકવાદીઓ પણ છુપાયેલા છે તેવી પણ આશંકા સેવાઇ રહી છે.

    આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: PDPએ સરકાર બનાવાવનો કર્યો દાવો, રાજ્યપાલે વિધાનસભા કરી ભંગ

    નોંધનીય છે કે બિઝબેહરાના સેફિપોરા વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા પછી સુરક્ષાદળોની સાથે અથડામળ શરૂ થઇ હતી.



    તમને જણાવીએ કે મંગળવારે પણ જમ્મુ કાશ્મીરના શોપિયામાં અથડામળમાં સુરક્ષાદળોએ હિઝબુલ મુઝાહિદીનના ચાર આતંકીઓને ઠાર કર્યા હતાં. જેમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published: