ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (Indian National Congress)ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)ના પૂર્વ સહયોગી પંકજ શંકરે (Pankaj Shankar)રાહુલ ગાંધીના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. પંકજ શંકરે કહ્યું હતું કે રાહુલ ગાંધી 2004થી સક્રિય રાજનીતિમાં આવ્યા છે, હાલ 2019 છે. યૂથ કૉંગ્રેસ અને એનએસયુઆઈમાં ઘણા પ્રયોગ કર્યા હતા. અમેઠીનું ચૂંટણી પરિણામ પણ કૉંગ્રેસના પક્ષમાં આવ્યું નથી. હવે આગામી પ્રયોગ શું હશે. હવે ફક્ત પાર્ટી જ બચી છે. આ પુત્રમોહ તો છે.
પંકજ શંકરે રાહુલ ગાંધીને પોલિટિકલ ઇન્ટર્ને બતાવવા કહ્યું હતું કે તે રાજનીતિમાં છેલ્લા 15 વર્ષથી છે. કોના નેતૃત્વમાં આપણે સીટોની ગણતરીના મામલે 3 થી ઘટીને 2 અંકોમાં આવી ગયા? આ બધા જ જાણે છે. આ એક ઇન્ટર્નશિપ છે જે ક્યારેય ખતમ થશે નહીં.
પંકજે શંકરે આગળ કહ્યું હતું કે ફક્ત મને જ નહીં દેશમાં કૉંગ્રેસના કોઈપણ કાર્યકર્તાને પુછી જોવો કે પછી વિપક્ષમાં કોઈને પુછી જોવો. તે એ વાતથી સહમત હશે કે જો પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)કૉંગ્રેસનું નેતૃત્વ કરતી તો આજે પાર્ટીની આવી હાલત થઈ હોત નહીં.
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ 2019ના લોકસભા ચૂંટણીમાં પરાજય પછી પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે પછી કૉંગ્રેસમાં લાંબા સમય સુધી શીર્ષ નેતૃત્વ માટે અસમંજસની સ્થિતિ જોવા મળી હતી. અંતમાં સોનિયા ગાંધીને વચગાળાના કૉંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર