કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ JDSને ગણાવી વેશ્યા, પછી કરી આવી સ્પષ્ટતા

કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ JDSને ગણાવી વેશ્યા, પછી કરી આવી સ્પષ્ટતા

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વધુ એક વિવાદ ઉભો કર્યો

 • Share this:
  કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ સેક્સિસ્ટ ટિપ્પણી કરીને વધુ એક વિવાદ ઉભો કર્યો છે. આ વખતે તેમણે કર્ણાટકમાં ગઠબંધનની સરકાર તુટવા પર વાત કરતા જનતા દળ યૂનાઇટેડ-સેક્યુલરના કાર્યકર્તાઓની સરખામણી વેશ્યાઓ સાથે કરી છે.

  ગઠબંધન તુટવાને લઈને જ્યારે સિદ્ધારમૈયાને પુછવામાં આવ્યું હતું કે જેડીએસ તેમની ઉપર કેમ ગઠબંધન તોડવાનો આરોપ લગાવી રહી છે. તો તેમણે કન્નડની એક જુની કહેવત કહી હતી, જેનો મતલબ કાંઈક આવો થાય છે - જે વેશ્યાઓ નાચી શકતી નથી, તે જમીનને દોષ આપે છે.

  આ પણ વાંચો - દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું - શશિ થરુરે PAK પત્રકાર સાથે પસાર કરી હતી રાત, નારાજ હતી સુનંદા  પછી કરી સ્પષ્ટતા
  પોતાના આ નિવેદન પર કોંગ્રેસ નેતાએ પછી સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ કહેવતમાં તેનો મતલબ નાચી નહીં શકતા વાળા માટે હતો, વેશ્યાને તેની સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે આગળ કહ્યું હતું કે મતલબ કે જે નાચી નથી શકતા તે જમીનને દોષ આપે છે. આમા મારો મતલબ ભાજપા માટે હતો કોઈ બીજા માટે ન હતો.

  જુલાઈમાં તુટી હતી ગઠબંધન સરકાર
  કર્ણાટકમાં 14 મહિના સુધી ચાલેલી કોંગ્રેસ-જેડીએસ સરકાર 22 જુલાઈએ વિશ્વાસ પ્રસ્તાવમાં હારવાના કારણે પડી ગઈ હતી. ત્યારે ગઠબંધનના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી વિધાનસભામાં વિશ્વાસ મત મેળવવા સફળ રહ્યા ન હતા. આ પછી ભાજપના યેદિયુરપ્પાએ સરકાર બનાવી છે.
  Published by:Ashish Goyal
  First published: