કર્ણાટક સંકટ: દેવગૌડાનો આરોપ, સિદ્ધારમૈયા પાડવા માંગે છે ગઠબંધન સરકાર

કર્ણાટક સંકટ: દેવગૌડાનો આરોપ, સિદ્ધારમૈયા પાડવા માંગે છે ગઠબંધન સરકાર

જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તે સિદ્ધારમૈયાના સમર્થક છે - એચડી દેવગૌડા

 • Share this:
  કર્ણાટકમાં કુમારસ્વામી સરકાર ઉપર સંકટ વધી રહ્યું છે. કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર વચ્ચે વધી રહેલા મતભેદો સ્પષ્ટ રીતે જોવા મળે છે. કર્ણાટકમાં બગડી રહેલા રાજનીતિક સમીકરણને જોતા હવે પૂર્વ પ્રધાનમંત્રી અને જનતા દળ સેક્યુલર(JDS)ના ચીફ એચડી દેવગૌડાએ સિદ્ધારમૈયા ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. દેવગૌડાએ આરોપ લગાવ્યો છે કે હું જાણું છુ કે કર્ણાટકની રાજનીતિક ઉથલ-પુથલ પાછળ સિદ્ધારમૈયાનો હાથ છે. જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તે સિદ્ધારમૈયાના સમર્થક છે.

  જલ સંશાધન મંત્રી અને કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમારે રવિવારે દેવગૌડા સાથે બેઠક કરી હતી. શિવકુમારે કથિત રીતે દેવગૌડાને કહ્યું હતું કે ઘણા લોકો સિદ્ધારમૈયાને ફરીથી સીએમ બનાવવાની માંગણી કરી રહ્યા છે. શિવકુમારે ગૌડાને એમ પણ કહ્યું કે સિદ્ધારમૈયા જ બધાને સાથ લઈને સરકાર ચલાવી શકે છે.

  જલ સંશાધન મંત્રી અને કોંગ્રેસના સંકટમોચક ડીકે શિવકુમારે રવિવારે દેવગૌડા સાથે બેઠક કરી હતી


  આ પણ વાંચો - કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આપ્યું રાજીનામું

  દેવગૌડાએ પહેલા પણ કહ્યું હતું કે મેં ક્યારેય કહ્યું નથી કે કોંગ્રેસ સાથે ગઠબંધન થાય. હું હંમેશા એમ જ કહી રહ્યો છું કે કોંગ્રેસના નેતા અમારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે તમારો પુત્ર મુખ્યમંત્રી બનશે. પછી ભલે ગમે તે થાય. તે સમયે હું જાણતો ન હતો કે તેમના બધા નેતાઓ વચ્ચે સહમતિ હતી કે નહીં. લોકસભા ચૂંટણી પછી લાગે છે કે કોંગ્રેસે પોતાની તાકાત ગુમાવી દીધી છે અને તેના નેતા સતત કર્ણાટક સરકારના કામમાં અવરોધ ઉભો કરી રહ્યા છે.

  બીજી તરફ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે કર્ણાટકમાં બધું બરાબર છે. કર્ણાટર સરકાર ઉપર કોઈ ખતરો નથી.
  Published by:Ashish Goyal
  First published: