દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બીજેપીના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા પર બૂટ ફેંકીને હુમલો કરવામાં આવ્યો છે. નરસિમ્હા રાવ અને જિતેન્દ્ર તોમર પર ખાસડું ફેકવામાં આવ્યું છે. સાધ્વી પ્રજ્ઞા ઉપર બીજેપી હેટક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે. ખાસડું ફેંકનારને તરત સુરક્ષા કર્મીઓએ પકડી લીધો હતો. બીજેપીએ આ ઘટનાની ટિકા કરતા કહ્યું હતું કે આ ઘણી દુખદ અને નીંદનીય છે.
બૂટ ફેંકવાની ઘટના પછી બીજેપી પ્રવક્તા રાવ એકદમ સંયમિત જોવા મળ્યા હતા તેમણે કોઈ પ્રતિક્રીયા આપી ન હતી. રાવે પોતાની વાત આગળ ચાલું રાખી હતી.
#WATCH Delhi: Shoe hurled at BJP MP GVL Narasimha Rao during a press conference at BJP HQs .More details awaited pic.twitter.com/7WKBWbGL3r
આ ઘટના પર બીજેપીના પ્રવક્તા નલિન કોહલીએ કહ્યું હતું કે જે પણ વ્યક્તિએ આ કર્યું છે તે બીજા કોઈના કહેવા પર કર્યું છે તો તે ઘણું દુખદ છે. આ અમર્યાદિત આચરણ છે અને આવી ઘટનાને લોકતંત્રમાં કોઈ સ્થાન નથી.
BJP નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર બૂટ ફેંકનાર આરોપી વ્યક્તિ પાસે મળેલા વિઝીટિંગ કાર્ડ પર તેનું નામ શક્તિ ભાર્ગવ લખેલું છે. પોલીસ આ વ્યક્તિની પુછપરછ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તે કાનપુરનો રહેવાસી છે. આ ઘટના પછી સવાલ થઈ રહ્યો છે કે જો આ વ્યક્તિ બીજેપીનો કાર્યકર્તા કે મીડિયા પર્સન નથી તો તે સ્ટેજ સુધી કેવી રીતે પહોંચ્યો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર