શિવરાજસિંહ ચૌહાણ, રમણસિંહ, વસુંધરા રાજેની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે વરણી

શિવરાજસિંહ ચૌહાણ, રમણસિંહ, વસુંધરા રાજેની રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે વરણી
બીજેપીમાં સંગઠન સ્તર ઉપર મોટો ફેરફાર સામે આવ્યો

2019ની લોકસભા ચૂંટણી પહેલા બીજેપીમાં સંગઠન સ્તર ઉપર મોટો ફેરફાર

 • Share this:
  બીજેપીમાં સંગઠન સ્તર ઉપર મોટો ફેરફાર સામે આવ્યો છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ ફેરફારને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બીજેપીએ ત્રણ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીને સંગઠનમાં મોટી જવાબદારી આપી છે.

  મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢના પૂર્વ સીએમ ડો. રમન સિંહ અને રાજસ્થાનની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને બીજેપીએ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણુક કરી છે.  આ પણ વાંચો - મોદી સરકારની ખેડૂતો માટેની સ્કીમ તૈયાર! ખેતી માટે બેન્ક ખાતામાં આપશે સીધા રૂપિયા

  ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રીઓની ખુરશી સંભાળનાર ત્રણેય નેતાને સંગઠનમાં આટલી મોટી જવાબદારી આપવી બીજેપીની ચૂંટણી રણનિતીનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. કારણ કે ત્રણેય નેતા ઘણા અનુભવી છે અને રાજ્ય સરકાર ચલાવવાના દરેક દાવથી પરિચિત છે.

  શિવરાજ સિંહ ચૌહાણ સતત ત્રણ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. છત્તીસગઢના રમન સિંહ પણ સતત ત્રણ વખત રાજ્યના સીએમ રહ્યા છે. વસુંધરા રાજે પણ રાજસ્થાનમાં બે વખત મુખ્યમંત્રી રહી ચૂકી છે.
  Published by:Ashish Goyal
  First published:January 10, 2019, 21:16 pm

  टॉप स्टोरीज