Home /News /india /

મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો પુત્ર ફૂલો બાદ હવે વેચશે દૂધ

મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણનો પુત્ર ફૂલો બાદ હવે વેચશે દૂધ

શિવરાજસિંહના પત્ની સાધનાસિંહ તેમજ તેનો પુત્ર કાર્તિકેય (જમણે)

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થોડા દિવસોથી હોર્ડિંગ્સના માધ્યમથી આ રહા હૈ 'દૂધ કા ધૂલા દૂધ' કેમ્પેન ચાલ્યું હતું.

ભોપાલઃ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના વેપાર જગતમાં 'ફૂલો'ની ખુશ્બૂ વિખેર્યાં બાદ હવે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો પુત્ર કાર્તિકેય દૂધના બિઝનેસમાં પોતાનું ભાગ્ય અજમાવશે. મુખ્યમંત્રીના વિદિશા સ્થિત ફાર્મ હાઉસની ગાયોનું દૂધ 'સુધામૃત' નામથી ભોપાલમાં વેચાશે. આ માટે હાલમાં અમુક ઘરોમાં સેમ્પલિંગ શરૂ થઈ ગયું છે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં થોડા દિવસોથી હોર્ડિંગ્સના માધ્યમથી આ રહા હૈ 'દૂધ કા ધૂલા દૂધ' કેમ્પેન ચાલ્યું હતું. આ કેમ્પેનને લઇને શહેરમાં ખૂબ ચર્ચા જાગી હતી. હવે સ્પષ્ટ થયું છે કે શિવરાજનો પુત્ર કાર્તિકેય જ 'દૂધ કા ધૂલા દૂધ' લઈને આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે હાલમાં શહેરમાં 800 લીટર દૂધનું સપ્લાય કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. શરૂઆતમાં પસંદગીના વિસ્તારોમાં એક-એક લીટર દૂધ મોકલવામાં આવી રહ્યું છે. આશરે એક અઠવાડિયા સુધી સેમ્પલિંગનું કામ ચાલસે.

ફૂલો પછી દૂધનો વેપાર

કાર્તિકેયે ભોપાલના સૌથી મૌંઘા બિટ્ટન માર્કેટમાં ફ્લાવર શોપ શરૂ કરી બિઝનેસનો પ્રાંરભ કર્યો હતો. હવે કાર્તિકેયે પરિવારના છીરખેડા સ્થિત ફાર્મ હાઉસથી ડેરીનો બિઝનેસ શરૂ કર્યો છે. વિદિશા જિલ્લામાં 10 એકર જમીનમાં સુંદર ડેરી શરૂ કરવામાં આવી છે. આ ડેરીમાં હાલમાં હોલેન્ડની ઉન્નત નસલની આશરે 200 જેટલી ગાયો છે.

નામ પાછળ કહાણી

કાર્તિકેયે ગાયના દૂધને 'સુધામૃત' નામ આપ્યું છે. આ નામ પાછળ એવો તર્ક છે કે તેના દાદીનું નામ સુંદર અને નાનીનું નામ સુશીલા છે. આ જ કારણે પ્રોડક્ટનું નામ 'સુ' અક્ષરથી રાખવાનો ફેંસલો લીધો હતો.

65 રૂપિયે લીટર મળશે દૂધ

કાર્તિકેય દ્વારા રાજધાની ભોપાલ ઉપરાંત વિદિશા જિલ્લામાં પણ દૂધનું સપ્લાય કરવામાં આવશે. ગાયના દૂધની કિંમત 65 રૂપિયા રાખવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આધુનિક પદ્ધતિથી માનવ સ્પર્શ રહિત કેમિકલ મુક્ત દૂધ પુરું પાડવામાં આવશે.
First published:

Tags: Shivrajsinh chauhan, ભોપાલ

આગામી સમાચાર